________________
(૫૦૩)
રોજ બોલીએ તો છીએ કે “શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હીન'' પણ આત્માથી જગતના સર્વ પદાર્થો હીન લાગે છે ? કે આત્મા જગતના પદાર્થોથી હીન લાગે છે ? શાને માટે આપણે આખો દિવસ ગાળીએ છીએ ? એ વિચારી, સવિચાર અને સદાચારની મુખ્યતા મુમુક્ષુ તો રાખે, કોઈ પણ કારણે આર્તધ્યાન ન થવા દે એમ સાંભળ્યું છે, તે મારે-તમારે-સઘળાએ હવે ઉપાસવા યોગ્ય છેજી. મનુષ્યભવ છૂટી ગયા પછી કંઈ બને તેમ નથી. માટે ચેતી લેવાનો ખરો અવસર આવ્યો છે. તે વહી
જતા પહેલાં ““જાગ્રત થા, જાગ્રત થા' કહ્યું છે, તો ચેતી લેવું. (બી-૩, પૃ.૩૦૧, આંક ૨૯૧) પરિણતિ I જેવાં નિમિત્તો તેવા ભાવ થાય છે. નિરંતર ભાવ રહે ત્યારે પરિણમ્યું કહેવાય. ભાવ સારા રહ્યા કરે તો
પરિણામ પામે. પ્રભુશ્રીજી કહેતા કે પગ દાબે અને જીભ ઉપર પગ મૂકે છે. કાનમાં પેઠું તેથી શું? અંતરમાં ઊતરે ત્યારે પરિણમેને? દવા અંદર જાય ત્યારે પરિણમેને? કોઇ સૂતો હોય તેને નામ લઇને બોલાવે, તો કે “હું” પણ આત્મા કહીને બોલાવે તો ઊઠે? એ નામ પરિણમ્યું છે, તેવો આત્મા પરિણમ્યો નથી. કોઈ અગમ
વાત છે. સમજણ ફરે એવું કરવાનું છે. (બો-૧, પૃ.૨૦૯, આંક ૯૭) T પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. (બી-૧, પૃ.૨૮૦, આંક ૧૯) D પરિણતિ વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે : “જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ.” (૭૫૨) જડ-ચેતન દ્રવ્યો સમયે-સમયે બદલાતાં છે તે પરિણામની ધારા અથવા જીવ સંબંધ શુભ, અશુભ અને શુદ્ધ - ત્રણ પરિણામ છે. શુદ્ધ તો સમ્યફદ્રષ્ટિને હોય છે. બાકીના જીવોને શુભ કે અશુભ પરિણામોનો પ્રવાહ રાતદિવસ ચાલતો હોય છે. શુભ પરિણામનો પ્રવાહ વહે ત્યારે પુણ્યનું કારણ બને, અશુભ પરિણામનો પ્રવાહ વહેતો હોય ત્યારે પાપ બંધાય છે.
“વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' આત્મસિદ્ધિમાં આ વાત છે, તે અનાદિની પરિણતિ બદલવા સપુરુષ પ્રત્યે, તેનાં વચનો પ્રત્યે, તે વચનોના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ઊપજે તેવો સમાગમ, સદ્દગુરુનો યોગ કે સત્સંગ કર્તવ્ય છેજી.
(બો-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫). D ભરત ચક્રવર્તી જ્યારે લડાઈ કરતા હતા, તે વખતે પુંડરિક ગણધરે ઋષભદેવ ભગવાનને પ્રશ્ન કર્યો કે
ભારતનાં પરિણામ કેવાં છે? ભગવાને કહ્યું, તારા જેવાં. લક્ષ છૂટવાનો હતો. જેનામાં રાગ-દ્વેષ નથી, તેનામાં વૃત્તિ રહે તો રાગ-દ્વેષ ન થાય. એ કામ ભરત ચક્રવર્તી કરતા હતા. પ્રશ્ન : મોહ ઓછો કરવો હોય તો થાય, લડાઈ ન કરવી હોય તો ન થાય; પણ લડાઈ કરવા છતાં ભરત મહારાજા અકર્તા કહેવાતા, તે કેમ?