________________
(૭૬૫
“પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે.” (૩૭) તે વિચારશોજી. (બો-૩, પૃ.૨૩, આંક ૭૨૫) | ધીરજ, ક્ષમા, સમભાવ, સહનશીલતા, અપ્રતિબંધ, અસંગ અને સમાધિમરણ - આ બોલો બહુ
વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૪૬, આંક ૧૪૫). | લક્ષ્મીનું સ્વરૂપ પરમકૃપાળુદેવે મોક્ષમાળાના ખરી મહત્તા’ વિષેના (પાઠ-૧૬) તથા ‘પરિગ્રહ' | વિષેના પાઠમાં (પાઠ-૨૫) વર્ણવ્યું છે. તે વારંવાર વિચારી તે ફંદમાંથી નિવૃત્તિ કેમ પ્રાપ્ત થાય, તેના વિચારમાં રહેવું યોગ્ય છેજી. અત્યારે જે કમાણી દેખાય છે, તે ભિખારીના ખેદ' વિષે મોક્ષમાળામાં પાઠ (પાઠ-૪૧/૪૨) છે, તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. છૂટવાની ભાવના દિવસે-દિવસે વર્ધમાન કરવી અને બંધન થાય તેવાં કર્મથી કંટાળો જીવને આવે, સત્સંગ સાંભર્યા કરે અને છૂટવા માટે ઝૂરણા રહ્યા કરે, તેમ કર્તવ્ય છેજી.
(બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) || મુશ્કેલીઓ જ જીવને ઘડે છેજી. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે.
એક નિરાશ થયેલા શિષ્યને ઘડાએ કહ્યું : “મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી, પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણી અને ગધેડાનાં લીંડાથી મારી કદર્થના કરી, પગથી ગૂંઘો, હાથથી મસળ્યો, પછી એક પિંડ બનાવી, ચાક પર ચઢાવી ભમાવ્યો, અનેક આકારો કરી-કરી ભાંગી નાખી, અંતે ઘડાના આકારે કરી, ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી, તડકે મૂક્યો. કંઈક હું ર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડયા અને અત્યારનું રૂપ થયું; એટલે મને તાપે સૂકવ્યો. તેથી સંતોષ ન પામતાં, વળી અગ્નિના નિભાડામાં મને મૂકી, ઘણા દિવસ તાપમાં રાખ્યો. આખરે તેમાંથી કાઢી ટકોરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી, મને જુદો રાખ્યો અને ગધેડે ચડાવી બજારમાં આણ્યો. ત્યાંથી આ સંતના હાથમાં આવ્યો, ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બન્યો છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીઓમાં મારું વૃત્તાંત યાદ કરજે તો તું ઉત્તમ ગતિને યોગ્ય થઇશ.” નિરાશાને ભજવા યોગ્ય તમે નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.' (૮૧૯) એનો વારંવાર વિચાર કરી, તેનો આશય દયગત કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૫૨, આંક ૯૩૭)