________________
(૪૫૫ માટે આ પત્ર વાંચી દિનચર્યામાં કંઈક ફેરફાર કરી, જન્મમરણરૂપ પરિભ્રમણથી કંટાળી ગયેલા આ આત્માને, કંઈક રાહત મળે તેવી તેના ઉપર દયા લાવવા, તેનું હિત થાય તેવાં પગલાં ભરવા વિનંતી છેજી. જવાની હંમેશાં રહેવાની નથી; તે તો આવી કે ચાલી જ જવાની છે, એમ જાણી પ્રમાદમાં, આળસમાં કે બફમમાં કાળ ન જાય તેમ જોતા રહેવાની જરૂર છે. ખાવા-પીવા કે કમાણી કરવા આ મનુષ્યભવ મળ્યો નથી પણ જ્ઞાનીની આજ્ઞા આરાધી જન્મમરણ છૂટે, તેવો રસ્તો લેવાની કાળજી દિવસે-દિવસે વધે તેમ કર્તવ્ય છેજી. થોડું લખ્યું ઘણું કરી માનજો અને રોજ આ પત્ર પાંચ-છ માસ વાંચવા ભલામણ છે. (બો-૩, પૃ.૬૬૫, આંક ૭૯૫) D તમે વખત કેમ ગાળવો એમ પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે પુષ્પમાળા-૭માં પરમકૃપાળુદેવે
જણાવ્યું છે : ““જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.' તે પ્રમાણે વર્તાશે તો આજ્ઞાને અનુસરવા જેવું થશેજી. તેમાં ઊંઘને છ કલાકની જરૂરની ગણી છે. તે પ્રમાણે ક્રમે કરીને વર્તાય તો ઠીક છે. ભાષાનો અભ્યાસ કરવા વિચાર થતો હોય તો હરકત નથી. સંસ્કૃતનો થોડો અભ્યાસ થશે તો પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય, તેવો સંભવ છેછે. અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તો હશે, પણ રોજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો, તેને અનુસરીને જોઈ જવાનો અભ્યાસ રાખશોજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવો પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસનાં કાર્યો તપાસવાનો પ્રસંગ આવશે તો દિવસે-દિવસે ભાવ સુધરતા
જવાનો સંભવ છેછે. (બો-૩, પૃ.૬૪૩, આંક ૭૨) D તમને એક કલાક વખત મળે છે, તેનો ક્રમ પુછાવ્યો છે, તે નીચે પ્રમાણે જાણશો : નિત્યનિયમના ત્રણ પાઠ (‘‘જિનેશ્વરની વાણી' સાથે) બોલવા, પછી મંત્રની પાંચ માળા બને તો સાથે જ ફેરવી લેવી. પછી છ પદનો પત્ર, કોઈ વખત તેને બદલે આત્મસિદ્ધિશાસ્ત્ર, કોઈ વખત મુખપાઠ
કરેલાં પદો પણ બોલવા. (બી-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) D તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો બને તેટલાં મુખપાઠ કરવાનો લક્ષ રાખશો તો આગળ ઉપર વિશેષ ઉપયોગી થઈ
પડશે. ત્યાં તમને વાંચવા-વિચારવાનો વખત મળી શકતો હોય તો એકાદ કલાક ભક્તિ કરવી, એકાદ કલાક વાંચન કરવું, પા-અડધો કલાક કંઇક નવું શીખવામાં (મુખપાઠ કરવામાં) ગાળવો, અડધો કલાક મુખપાઠ થઈ ગયું હોય તે રોજ ફેરવી જવામાં ગાળવો. આમ વખત બચાવીને પરમપુરુષનાં વચનમાં
વૃત્તિ જોડતા રહેશો તો ઘણો લાભ થશે. (બી-૩, પૃ.૫૮૧, આંક ૬૫૪) | નવરાશના વખતમાં કંઈ ગોખવું; ગોખેલું ફરી બોલી જવું, વિચારવું અથવા વૃત્તિઓ રોકવાનો અભ્યાસ પાડવો; મનની દુરિચ્છાઓને ઓળખી તે કેવી તુચ્છ છે, મનુષ્યભવ લૂંટી લે તેવી છે, પરભવમાં દુઃખ દે તેવી છે અને માત્ર હલકી વૃત્તિને પોષનારી છે; મહેચ્છાવાનની મહેચ્છાઓને ધૂળમાં ભેળવી દે તેવી છે એમ વિચારી, કદી તેમાં મીઠાશ ન મનાઓ એવી વારંવાર ભાવના કરવી. સ્મરણ કરવાનો વિશેષ અભ્યાસ રાખવો; ધૂન લગાવે તેમ, કોઈ-કોઈ વખત તે સિવાય બધું જગત ભૂલી જવાય તેમ, તેમાં ને