________________
(૬૭૬)
પરમકૃપાળુદેવનાં વચનોમાં જ અવકાશનો બધો વખત જીવ ગાળે એટલે કોઈ વખત વાંચે, કોઈ વખત વિશેષ વિચારે, કોઈ વખત ગોખે, કોઈ વખત તે વિષે લખે, આમ તે વચનોની પાછળ પડવાથી મૃતભક્તિ થાય છે. ‘‘શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહો.''
વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, ભક્તિ, સહજસ્વભાવરૂપ મુમુક્ષુએ કરી મૂકવા યોગ્ય છે એમ
પરમકૃપાળુદેવ કહે છે, તે લક્ષમાં લેવા યોગ્ય છેજી, (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૭૯) D પ્રશ્ન : દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય?
ઉત્તર : જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, તે જણાવવા, પોતાને જેથી લાભ થયો છે એવાં સત્સાધન બતાવ્યાં છે; તેનો વિશ્વાસ રાખી અભ્યાસ કરવાથી, જીવને પોતાને સ્વચ્છેદે વર્તવાની ટેવ છે, તેને બદલે જ્ઞાનીની આજ્ઞા ઉપાસાય છે.
રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” આત્મા વિષે, મોક્ષ વિષે તેને વિચાર જાગે છે અને મોક્ષના ઉપાય ઉપર પ્રતીતિ આવે છે. ક્લેશનાં કારણો ક્લેશરૂપ લાગે છે અને સદ્ગુરુ પ્રત્યે, તેનાં સાધન પ્રત્યે તથા સત્યાધકો પ્રત્યે પ્રેમ, વિશ્વાસ, ભક્તિ વધતાં સંસારની દુષ્ટ વાસનાઓ ઓછી થઇ, “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' (૪૯૩) (બો-૩, પૃ.૨૮૧, આંક ૨૭૪) ભક્તિમાં સ્વચ્છંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ જીવનું ચિત્ત ચોંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઇએ. ભગવાનમાં ચિત્તને લીન કરવા અહીં કહેવું છે. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અલ્પ જ્ઞાન હોય તો તે અનેક દોષોને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે; અને ભક્તિમાં તો હું કંઈ જ જાણતો નથી' એમ રહે. જ્ઞાનમાર્ગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાર્થનો નિર્ણય કરી બેસે તો ઘણા દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે. આ કાળ એવો છે કે જિંદગી આખી ભક્તિ જ કરવા યોગ્ય છે. (બો-૧, પૃ.૩૩૨, આંક ૮૨) ચિત્ત શુદ્ધ કર્યા પછી ભક્તિ થાય. રાગડા તાણ્યાથી કંઈ ભક્તિ થતી નથી. એ તો મન સ્થિર કરવા મોટેથી બોલવાનું છે, નહીં તો કાયોત્સર્ગમાં જેટલો લાભ છે, તેટલો મોટેથી બોલવામાં નથી. ચિત્તને રોકવા ભક્તિ છે. એમાંય જો ચિત્ત ન રહે તો જીવ દુર્ભાગી છે. મંત્ર, ભક્તિ એ બધાં જીવને નિર્મળ કરવા માટે કહ્યાં છે. ભક્તિ કરવાથી, ભગવાનના ગુણચિંતનથી, ભોગ જીવને ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભોગ નથી ગમતા, તેમ જીવને પણ થઈ જાય છે.' વીતરાગ સંસારથી વિમુખ થયા છે, તેમની ભક્તિ કરે તો જીવને પણ તેવું થાય; પણ સમજીને કરે તો.