________________
૧ ૨૦ સંસારની અનુકૂળતા-પ્રતિકૂળતા જોઇતી નથી. આત્માનું હિત થાય અને પરમકૃપાળુદેવને શરણે સર્વ જગત ભુલાઈને દેહ છૂટે અને રાગ-દ્વેષ કોઈ પ્રત્યે અંતરથી ન રહે, એ જ પુરુષાર્થ પ્રબળપણે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૬૮, આંક ૮00) વૃદ્ધાવસ્થાને લઈને અનેક રોગો દેખાવ દે છે. તે બાંધેલાં કર્મને ના કેમ કહેવાય ? આંખ જમણી, હવે કામ કરતી નથી, મોતિયો પણ આવે છે. જમણા પગની નસો નરમ પડી ગઈ છે, તેથી બે-ત્રણ ફર્લોગ ચાલતાં થાકી જવાય છે અને બેસવું પડે તેમ થાય છે. આમ મંદ પુરુષાર્થની વાતો કરી, પણ શરીરથી કામ લેવું છે તો તેને જોઈતું ઊંજણ - દવા ખોરાક વડે કરાય છે. પુરુષાર્થ તો, વૃત્તિની પરિણતિ તપાસી નિર્મોહી દશા તરફ પ્રયાણ કરવાનો છે. જોકે શિથિલતાનો પક્ષ નથી કરવો, પણ શરીરના ધર્મને નિજ ધર્મ નથી માનવો. મરણથી ડરવું નથી, પણ મરણ આવતાં પહેલાં સમાધિમરણ થાય તેની તૈયારી તો કરી રાખવી જ છે. (બી-૩, પૃ.૭૭૩, આંક ૯૮૯)