________________
(૧૧ જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી. (૪૦) એ વિષે જણાવવાનું કે “MID ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ'' એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તો મને તેવી આજ્ઞા ક્યારે મળે ? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે, એવું દયમાં ક્યારે નિરંતર રહ્યા કરે ? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલો વખત કલ્યાણ થતું નથી એવી સ્મૃતિ રહેવાથી પણ, વૈરાગ્ય-ઉદાસીનતા અન્ય કાર્યોમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષો આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલો સપુરુષનો ઉપકાર સમજાવો જોઇએ? “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દ્ધયને વિષે સ્થાપન રહો !'' એમ છ પદના પત્રમાં છે. એ આદિ ભાવોનો વિચાર જીવને કલ્યાણનું કારણ છે). (બો-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬). વાણીનું સંયમન શ્રેયરૂપ છે. (૪૭૯) મન-વચન-કાયા એ કર્મ બંધાવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન, વિશેષ કર્મ બાંધવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે. જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા જ્ઞાનને આવરણ કરનાર છે, માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે-સમયે અનંત કર્મ બંધાય છે, એવો ભય લાગ્યા વિના ન થાય. જેને, હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય – તેને સમજાય. ડહાપણ કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું. હું જાણતો નથી, એમ રાખવું અને વધારે ન બોલતાં, જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન બધુંય જાણે છે, છતાં બોલતા નથી. જે સમજે, તે બોલે નહીં. સમજીને સમાઈ
જવું. (બો-૧, પૃ.૭, આંક ૪૮). I આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો, તેમ
જ ઉપાસવો. (૪૯૧) કોઈ જ્ઞાનીપુરુષે બાહ્યક્રિયાનો નિષેધ કર્યો નથી. ધાર્મિકક્રિયા પુણ્યનું કારણ છે; પરંતુ પ્રથમ કરવા યોગ્ય શું છે, તે વિષે પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે, તે વિચારશો. આમાં યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવાનો કહ્યો છે. તેનો ભાવાર્થ એવો છે કે આત્મજ્ઞાન થવાનાં નિમિત્તોને મુખ્ય કરી પ્રતિક્રમણાદિનો આગ્રહ નહીં રાખતાં, સત્સંગે થયેલી આજ્ઞા જેટલી વધારે ઉપાસાય, તેમાં વિશેષ હિત છે. પ્રતિક્રમણાદિ શ્રાવકની ક્રિયા, મુખ્યપણે પાંચમે ગુણસ્થાનકે આવેલા આત્મજ્ઞાનીને યોગ્ય છે; તે પહેલાં આત્મજ્ઞાનના લક્ષ, પુણ્યનો લક્ષ ગૌણ કરીને કરવામાં આવે તો તેમાં હરકત નથી, પરંતુ જેમાં સમજણ