________________
૧૬૨
ન પડે અને રૂઢક્રિયામાં ધર્મને નામે કાળ ગાળે, તે કરતાં જ્ઞાનીપુરુષનાં વચનોમાં ભક્તિભાવપૂર્વક કાળ ગાળે તો વિશેષ લાભ થવા સંભવ છે.
બાર વ્રતને માટે પણ તેમ જ વિચારશો. આત્મજ્ઞાન થયા પહેલાં જે વ્રત કરાય છે, તેનો લક્ષ આત્મજ્ઞાનનો હોય તો કોઇ રીતે ઉપયોગી છે; નહીં તો મોટે ભાગે અહંકારનું કારણ થઇ પડે છે. અત્યારે તો ૫૨મકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ કાળ જાય અને તે વચનોનો ગંભીરભાવે ઊંડો અભ્યાસ જ કર્તવ્ય છે. ૫૨મકૃપાળુદેવને શું કહેવું છે તે સમજી, યથાશક્તિ તેમનું હૃદય સમજી, તેમને પગલે જ ચાલવું છે, એ લક્ષ રાખવા ભલામણ છેજી.
થાય,
શ્રાવક કહેવડાવવા કે લોકોમાં સારું દેખાડવા કંઇ કરવું નથી, પણ વૈરાગ્ય-ઉપશમ વધે અને પોતાની પરિણતિ તરફ લક્ષ રહ્યા કરે તથા ન્યાયનીતિનું ઉલ્લંઘન ન થાય, તેવા સદાચારસહિત પ્રવર્તવું ઘટે છેજી. અંતઃકરણ નિર્મળ થયે સત્પુરુષનાં વચનની નિર્મળ વિચારણા થશે; તો શું કરવા યોગ્ય છે, તે આપોઆપ સમજાશે. (બો-૩, પૃ.૬૬૩, આંક ૭૯૩)
I છ પદનો પત્ર. (૪૯૩)
પ્રભુશ્રીજીને એક વખતે માંદગી આવેલી. તે વખતે એક શ્રાવકને પણ માંદગી આવી અને મરી ગયો. એ શ્રાવકની અને પ્રભુશ્રીજીની જન્મરાશિ એક હતી એટલે પ્રભુશ્રીજીએ વિચાર્યું કે મારે પણ એના જેવી માંદગી આવી છે, માટે મારું પણ મરણ થઇ જશે, વધારે જિવાશે નહીં. એમ વિચારીને પરમકૃપાળુદેવને એક પત્ર લખ્યો.
તેમાં લખ્યું કે મને માંદગી આવી છે, મારાથી વધારે જિવાશે નહીં. મને આપનો જોગ મળ્યો છે અને હું સમક્તિ વગર દેહ છોડું તો ઠીક નહીં. મારો મનુષ્યભવ નકામો ન જાય, એવું કંઇક કરો. તેના ઉત્તરમાં ૫૨મકૃપાળુદેવે એ છ પદનો પત્ર લખી મોકલ્યો હતો.
છ પદના પત્રમાંથી ઘણું જાણવાનું મળે છે. એ છ પદ સમ્યક્દર્શનનાં મુખ્ય નિવાસસ્થાન છે. પછી સોભાગભાઇએ પરમકૃપાળુદેવને જણાવેલું કે એ પત્ર મોઢે થવો મુશ્કેલ પડે છે, માટે ગાવાનું હોય તો ઠીક પડે; ત્યારે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્ર લખ્યું હતું. એમાં છ પદનો વિસ્તાર કરેલો છે. (બો-૧, પૃ.૫૯ આંક ૩૬)
I આત્મા કર્તા છે. (૪૯૩)
અત્યારે જે સુખદુ:ખ ભોગવાય છે, તે પૂર્વે કરેલાં પુણ્યપાપનું ફળ છે. તે ઉપરથી આત્મા શુભાશુભ કર્મનો કર્તા સમજાય છે. તે કર્તાપણું ત્રણ પ્રકારે ભગવાને કહ્યું છે : ઃ (૧) પરમાર્થથી એટલે નિશ્ચયનયથી કે કર્મ તરફ નજર નહીં દેતાં, આત્મા શું કરે છે ? એમ વિચારીએ તો આત્મા પોતાના સ્વભાવમાં (શુદ્ધ જ્ઞાનદર્શન - માત્ર જાણવા-દેખવાના કામમાં) પ્રવર્તે છે એમ જણાય, તેથી તે પોતાના સ્વરૂપનો કર્તા કહેવાય. એ શુદ્ધ આત્માની વાત થઇ.
(૨) હવે શુદ્ધભાવે આત્મા ન વર્તે ત્યારે શુભ કે અશુભભાવે જીવ વર્તે; તેથી જેમ ચીકટા હાથ હોય તો ધૂળ કે લોટ હાથે ચોંટી જાય, તેમ શુભ-અશુભભાવ કે રાગ-દ્વેષરૂપ ભાવ થાય ત્યારે પુણ્ય કે પાપરૂપ કર્મ જીવને વળગે છે; તેથી તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો કર્તા કહેવાય છે. આ બીજા