________________
૭૫૯) D વાંચવાનું, ગોખવાનું, મુખપાઠ કરેલું ફેરવવા ઉપરાંત વિચાર કરવાનું શીખવાનું છે. રોજ એકાદ પત્ર વિચાર કરવા રાખવો ઘટે છેજી. આખા દિવસમાં જ્યારે પાંચ-પંદર મિનિટ મળે ત્યારે તે પત્ર સંબંધી વિચાર કરવો છે એમ રાખવું, અને બને તો સૂતાં પહેલાં, તે પત્ર વિષે કંઈ નવી વિચારણા કે જીવનમાં સુધારણા કરવાની ફુરણા વગેરે થાય, તેની નોંધ રાખતા જવાથી, એક પ્રકારે પોતાનો જીવનવિકાસ કે ફેરફારનો ક્રમ સમજમાં આવે તેવું બને. (બી-૩, પૃ.૭૫૯, આંક ૯૫૯) T પરમકૃપાળુદેવનું સ્વરૂપ સમજવા તેમનાં વચનોનો ઊંડો અભ્યાસ કર્તવ્ય છેજી. વધારે વખત ન હોય તો એકાદ વચન ભક્તિ કર્યા પછી વાંચવું, પાંચ-દસ મિનિટ વિચારવું અને તેમાં જણાવેલ ભાવ દિવસમાં ઘણી વખત યાદ આવે તેમ કરવા યોગ્ય છેજી. રોજ એક-એક વાક્ય પણ યથાર્થ વિચારાશે, તેની ભાવના આખો દિવસ રહ્યા કરશે તો કલાકોના
કલાકો વાંચ્યા કરતાં, વિશેષ લાભ થવા યોગ્ય છે). (બી-૩, પૃ.૬૫૫, આંક ૭૭૬) | જે મુખપાઠ કર્યું છે, તે નિત્ય નિયમિતપણે બોલવાનો, વિચારવાનો વખત રાખી, આગળ મુખપાઠે
કરતાં રહેવું અને તેનો અર્થ વિચારતા રહેવા ભલામણ છેજી. કહ્યું છે કે “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળો સાર.” સપુરુષના એક-એક વાક્યમાં, એક-એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. એવા ગંભીર ઊંડા મર્મ જે રહ્યા છે, તે જીવે વૈરાગ્ય-ઉપદમાદિ વધારી, યોગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુસમાગમ સમજવા યોગ્ય
છે). (બી-૩, પૃ.૬૧, આંક ૫૦) I પૂ. .... વચનામૃત વાંચે છે, તેની સાથે વખત મળતો હોય તો વાંચવા-વિચારવાનું રાખશો તો બીજેથી
વૃત્તિ સંકેલી પુરુષનાં વચનોમાં જોડવાનું થશે અને પરસ્પર વિચારની આપ-લે થવાથી, જ્ઞાનીને શું કહેવું છે, તેમાં ઊંડું ઊતરવાનું બનશે. વિશેષ વખત ન મળતો હોય તો તે શું વાંચી ગયા, અને વાંચતાં શા શા વિચારો સ્ફર્યા હતા વગેરે વિષે
અવકાશે પૂછી, તેમાં આવેલા વિષયની વાતો ચર્ચવાની ટેવ પાડશો તો સત્સંગની ગરજ જાગશે, વિશેષ વિચારવાનું જાણવાનું મળશે અને વાંચનારને પણ કહેવું પડશે' જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બનશે. થોડું વંચાય પણ વિશેષ વિચારાય એવું કરવાની જરૂર છે). (બી-૩, પૃ. ૨૫૩, આંક ૨૪૭) આપને પૂ. .... જેવાં પ્રજ્ઞાવંત સાધ્વીજીનો હાલ સમાગમ છે એ મહાલાભનું કારણ છે. તેમના સમાગમમાં ઉપદેશછાયા, મોક્ષમાળા હાલ વાંચવાનું રાખશો તથા એકાંતમાં, જે સાંભળ્યું હોય તેને વિચારવાનો વખત રાખશો તો કંઈક ઊંડા ઊતરી અંતરશાંતિ પામવાની પ્રેરણા થશેજી.
(બી-૩, પૃ.૫૫૮, આંક ૬૧૯). D પત્રાંક ૫૦૫ ““વીતરાગનો કહેલો ....” રોજ ઊંડા ઊતરી વિચારશોજી.
(બી-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧) | શબ્દો લખવા કરતાં, તે શબ્દોથી થતા ભાવો આપણામાં છે કે નહીં, તેનો વિચાર ઊંડા ઊતરી કરતાં રહેવા ભલામણ છે). સાચા થવું જ છે, એ ભૂલવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭)