________________
(9૫૮ )
કામ, માન અને ઉતાવળ - એ મોટા દોષો છે. દરેક કામ કરતાં તથા બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બોલું છું, તે હિતકારી છે કે નહીં ? એમ વિચાર કરીને બોલવું. થોડુંક થતું હોય તો થોડું કામ કરવું પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે. (બો-૧, પૃ.૧૩૦, આંક ૫) D પ્રશ્ન : યાદ કેમ નથી રહેતું? પૂજ્યશ્રી જેટલી ગરજ હોય, તેટલું યાદ રહે. વંચાતું હોય ત્યારે ઉપયોગ બહાર હોય તો યાદ રાખવાની
શક્તિ હોવા છતાં યાદ ન રહે. (બો-૧, પૃ. ૧૫૦, આંક ૨૩) _ દરરોજ સાંજે કે અનુકૂળ વખતે એકાંતનો થોડો વખત પોતાની વિચારણા માટે રાખવા યોગ્ય છે.
આજનો દિવસ કેમ ગયો? તેમાં કોઈ અયોગ્ય બાબત થઈ હોય તો ફરી ન કરવાની કાળજી રાખવી. કોઈ આત્મહિતનું કામ અધૂરું રહ્યું હોય, તે પૂર્ણ કરવા વિચાર કરવો. બને તો અઢાર પાપસ્થાનક વિચારી જવાં. એ વાત તમને પહેલાં કરેલી છે, તે કાળજી રાખી વિચારવાનું, રોજ રાખશોજી. (બી-૩, પૃ.૧૫૨, આંક ૧૫ર) D આપને વિચારવા માટે નીચેનું લખ્યું છે :
રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં, હંમેશાં પોતાની જાતનું નિરીક્ષણ કરવું કે, “મેં શું કર્યું છે, મારે હજી શું કરવાનું બાકી છે, મારાથી થાય તેવું હું શું નથી કરતો, કયો દોષ બીજાઓ મારામાં જુએ છે, કયો દોષ મને પોતાને દેખાય છે; અને કયો દોષ હું જાણવા છતાં ત્યાગતો નથી ?' આ જાતનું બરાબર નિરીક્ષણ કરનારો સાધુ, આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મન-વાણી-કાયાથી ક્યાંય દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે પોતાને તરત ઠેકાણે લાવી દે : જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી, ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેન્દ્રિય અને ધૃતિમાન સાધુ, આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગતો છે, અને તે જ સંયમજીવન જીવે છે એમ કહેવાય. સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઇએ; કારણ કે તેનું જો રક્ષણ ન કર્યું તો તે જન્મમરણને માર્ગે વળે છે, અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય તો તે સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે.'' (બી-૩, પૃ.૧૮૧, આંક ૧૮૩) I છ પદનો પત્ર, આત્મસિદ્ધિ આદિ વચનો વિચારવાનો અમુક વખત રોજ રાખવો ઘટે છેજી. તેમાં પૂરું
બોલી જવાનો લક્ષ ન રાખતાં, થોડું પણ ઊંડું ઊતરાય તેવું મનન કરવાનો લક્ષ રાખવો ઘટે છેજ. (બી-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪). 0 દરરોજ કંઈ ને કંઈ, નિત્યનિયમ ઉપરાંત વાંચવા-વિચારવાનું બને તો કર્તવ્ય છેજી. સર્વ દુઃખને વિસરવાનું સાધન સત્પષનાં પરમ શીતળતાપ્રેરક વચનો છે, તે જ અત્યારે આધારરૂપ છે. મુખપાઠ કરેલ હોય, તે પણ વારંવાર વિચારતા રહેવાની જરૂર છેજી. “કર વિચાર તો પામ.'' આમ જ્ઞાનીની શિખામણ છે. (બી-૩, પૃ.૬૧૦, આંક ૭૦૬).