________________
૬૩
“હું પામર શું કરી શકું? એવો નથી વિવેક;
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.'' આ વિવેક-જાગૃતિની ખામી છે, તે પૂરી કરવા ક્યારે કમર કસીશું ? અનંતકાળથી રખડતાં-રખડતાં આ જીવ આટલા સુધી, થાક ખાવા જેવી જગ્યાએ આવ્યો છે, છતાં ત્યાં પણ ડહાપણ કૂટયા વગર રહેતો નથી, એનું કયે કાળે ઠેકાણું પડશે ? એ આપણે સર્વેએ ઊંડા ઊતરીને વિચારવું ઘટે છે અને આ બિચારા અનાથ જીવની દયા દિલમાં પ્રગટાવી, સદ્ગુરુશરણે મરણ સુધી છાનોમાનો પડયો રહે, તેવું બળ પરમકૃપાળુદેવ પાસે યાચી, વિરમું છુંજી.
(બો-૩, પૃ.૫૦૪, આંક ૫૪૩). [] જ્ઞાની પુરુષને આશ્રયે આ દેહ છૂટે, એ ભાવના જેની છે, તેને તેવો યોગ મળી આવે છેજી. સર્વ સ્થળે
આપણી ભાવના જાગ્રત હોય તો તે પૂ. જૂઠાભાઈને કહ્યું હતું તેમ “સમીપ જ છું.” એમ સમજવા યોગ્ય છે. આપણી ખામી આપણે પૂરી કરવા સપુરુષાર્થની જરૂર છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ
જગતનું કલ્યાણ કરો. (બી-૩, પૃ.૩૧૬, આંક ૩૦૬). | વહેલેમોડે બાંધેલ કર્મ ભોગવી લીધા વિના છૂટકો નથી. વાતે વડાં નહીં થાય, કરવું પડશે, ખમી
ખૂંદો; આટલો ભવ ભક્તિનો લાગ મળ્યો છે, તે વ્યર્થ બીજી ચિંતામાં ન ગાળો; આંખો મીંચીને અઘરું લાગે તોપણ સત્સંગ, સંપ અને સલ્ફાસ્ત્રનાં અવલંબને સદ્ગુરુશરણે આ ભવમાં સમાધિમરણ કરી લેવું છે એવી અનેક હિતકારી શિખામણ દયમાં ઊંડી ઊતરી જાય તેમ, તે મહાપુરુષે દરેકને આપી છે, અને દેહભાવ જતો કરી, આત્મભાવમાં વારંવાર વૃત્તિ લાવવા ઘણા કડક શબ્દોમાં ઉપદેશ આપતા : “આત્મા જુઓ, બેટ્ટો હોય તે બીજું જુએ અને માને.” આમ ભરી સભામાં પોકાર કરતા હતા. તેમાંથી જેટલું યાદ આવે તેટલું દયમાં વારંવાર એકાંતમાં વિચારી, તે આશ્રયે હવે તો જેટલા દહાડા તે પરમ સત્સંગના વિયોગમાં, તેને શરણે, જીવનના બાકી હોય તે, “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.” - તે લક્ષ રાખી, તે પરમપુરુષના શરણે ગાળવાના છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૭) અનેક પ્રકારે જીવ કલ્પના કરે છે, શાસ્ત્રો વાંચે છે, હું ધર્મ કરું છું એમ માને છે; પણ આત્માનો નિર્ણય થવો બહુ મુશ્કેલ છે. કોઈક મહાપુરુષને શરણે જાય ત્યારે કામ થાય. જીવને આત્માનો નિર્ણય થયો નથી. જ્યારે જ્ઞાનીનો યોગ થાય ત્યારે યથાર્થ નિર્ણય થાય છે.
હું” એમ જીવ કહે છે, પણ શાને “હું' કહે છે, તેની ખબર નથી. કોઈ વખતે ક્રોધને “હું', કોઈ વખતે દેહને “હું” માને છે, કોઈ વખતે કહે છે કે “હું” મરી જઈશ; કોઈ વખતે કહે કે “હું” અવિનાશી છું. વિવેક નથી. વિવેક આવે તો ભેદ પડે અને તો જ મોક્ષ થાય. જીવને થાય કે આજ ને આજ નિર્ણય કરી નાખું, પણ એમનો એમ નિર્ણય ન થાય. કોઈ મહાપુરુષને શોધીને નિર્ણય કરને ! મહાપુરુષને શોધ્યા વિના, પોતાની મેળે નિર્ણય કરે કે આ આમ જ છે, તો તેમાંથી ઝેર નીકળે.