________________
૭૫૬
કેટલી બધી સાચી કમાણી ગણાય ? તેને માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી, અચૂક ફળ આપે એવું વ્રત યોજ્યું છે, પણ પ્રમાદને લઇને જીવો લાભ લઇ શકતા નથી.
સમજ્યા ત્યારથી સવાર ગણીને, પ્રમાદથી મુક્ત થઇ, સ્વરૂપને ભજવાની આજ્ઞા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની છે; તે રોજ, પ્રસંગે-પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છેજી. ન બને તોપણ, મારે કરવું છે તો તે મહાપુરુષે કહેલું જ, આટલો જો લક્ષ રહે તોપણ કલ્યાણ થાય તેમ છેજી, એ કર્યા વિના કંઇ આરો આવે તેમ નથીજી. માટે જેમ બને તેમ ત્વરાથી, કરવા યોગ્ય કાર્ય કરી લેવાની કાળજી રાખી વર્તે છે, તેને ધન્ય છેજી. (બો-૩, પૃ.૪૪૧, આંક ૪૬૧)
D. આચારાંગમાં ‘વિમોક્ષ' નામના આઠમા અધ્યયનમાં સમાધિમરણની વાતનો વિસ્તાર છે. તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અલ્પ જીવાકુલ જમીન જોઇ, સ્થંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમોનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે, તેમને ખસેડે નહીં; માખી વગેરે ઉડાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે,
વિશેષમાં લખે છે કે અમૃતનો આહાર કરતાં આનંદ થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહીં. કહો કેવી સમતા ! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી, આત્માનું નિરાકુળ સ્વરૂપસુખ તે અનુભવે છે. (બો-૩, પૃ.૧૬૩, આંક ૧૬૬)
વિચારવાયોગ્ય
મુમુક્ષુ : વિચારવું કેવી રીતે ?
પૂજ્યશ્રી : પોતાની શક્તિ પ્રમાણે, જે કંઇ સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી છે, તે મારામાં છે કે નહીં ? એમાંથી મારે શું લેવા યોગ્ય છે ? શું ત્યાગવા યોગ્ય છે ? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે છે, તેથી કર્મ ખપે; નહીં તો એકલું સાંભળ-સાંભળ કરે તો સામાન્ય થઇ જાય અને કહે કે એ તો મેં વાંચ્યું છે, .મોઢે કર્યું છે. સત્પુરુષનાં વચનો ક્ષણે-ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. (બો-૧, પૃ.૫૩, આંક ૨૯)
` દિવસના ગમે તે સમયે, ગમે તે પદ, પત્ર કે પાઠનો વિચાર કરવો. આપણે આમાં શું કરવા જેવું છે ? એમ વિચારવું. ઊંડા ઊતરવાની જરૂર છે. વિચારથી ઊંડા ઊતરતાં શીખાય છે. વિચાર ન કરે અને એકલું શીખ્યા કરે તો ઊંડું ન ઊતરાય. વિચાર ન આવે તો વારંવાર ‘હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી.' એમ ગોખ-ગોખ કરવું. એની મેળે વિચાર આવશે. (બો-૧, પૃ.૨૮૧, આંક ૨૨)
Ū પત્રમાં તમે લખો છો કે વાંચતાં આનંદ આવે છે, પણ વિચાર આવતો નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે વાંચનમાં, શ્રવણમાં રસ આવે છે ત્યારથી વિચારદશાની ભાવના જાગે છે. જેમ જેમ શ્રવણ, વાંચનનું બળ વધતું જાય, સ્મૃતિમાં વિશેષ-વિશેષ વિચારોનો સંચય થતો જાય, તેમ તેમ જ્ઞાનીનાં વચનો પ્રસંગને અનુસરીને સ્મૃતિમાં સ્ફુરતાં જાય; તેને આધારે પોતાના વિચારો પણ નાનાં