________________
(४७४ શિયાળામાં વસાણું ખાવાથી જેમ બારે માસ તેની શક્તિની અસર રહે છે તેમ આટલી ટૂંકી શિખામણ, જો અંતરમાં ઊતરી જાય તો આખી જિંદગી સફળ થાય તેમ છેજી, સમજુ જીવ હિતકારી વાતને કડવી ઔષધિની પેઠે ગમે તેમ કરી ગળે ઉતારી દે છે, તેમ આ વખતે લખેલી આ વાત કાગળ ઉપર ન રહેતાં હૃયમાં ખટક્યા કરે તેમ વારંવાર વાંચી, વિચારી, મુખપાઠ કરી, પરસ્પર સ્મૃતિ આપી જાગ્રત થવા, રહેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૫૩, આંક ૨૪૭) [ આ અશરણ સંસારમાં અનંતકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. બંધનનાં કારણોમાં જ તેને પ્રીતિ વર્તે છે, તેથી તેનું માહાસ્ય એટલું બધું લાગે છે કે છૂટવાનાં કારણોરૂપ સત્સાધનની પ્રાપ્તિ થયા છતાં તેની અપૂર્વતા Æયમાં રહેતી નથી અને તુચ્છ વસ્તુઓમાં અમૂલ્ય મનુષ્યભવનો વખત વહ્યો જાય છે. ખાવાનું ન મળ્યું હોય તો ગમે તેટલી મહેનતે પણ તે પ્રાપ્ત કરે છે; ઊંઘવાનું ન મળ્યું હોય તો તેનાં સાધનો માટે પણ પરિશ્રમ ઉઠાવે છે; પરંતુ પરભવને માટે કંઈ કરવા જાય ત્યાં પ્રમાદ નડે છે, કારણ કે તેની અપૂર્વતા સમજાઈ નથી. જ્ઞાની પુરુષોનાં વચનોથી જીવને વૈરાગ્ય આવે તો આ બધાં, કુટુંબનાં કે દેહાર્થનાં કાર્યો, તેને વેઠરૂપ લાગે, તેમાં કંઈ મીઠાશ ન રહે. ક્યારે છૂટું, ક્યારે છૂટું એમ મનમાં થયા કરે. જે પ્રારબ્ધાધીન મળી રહે તેમાં સંતોષ રાખી, સત્સાધન આરાધવાની ચટપટી જાગે; પરંતુ વૈરાગ્યની ખામી છે. જગત અને જગતનાં કાર્યો સાચાં માન્યાં છે, તથા અત્યારે નહીં કમાઈએ તો આગળ ઉપર શું વાપરી શકીશું, એમ રહ્યા કરે છે. તે બધા લૌકિકભાવો સ્વપ્ન સમાન છે; તેને અસત્ય જાણી, આત્મહિત, જો આ ભવમાં ન સાધ્યું તો પછી કયા ભવમાં આવો સુયોગ બનશે? માટે “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ” એમ કૃઢ કરી, એકાદ કલાક જરૂર આત્મ-આરાધનામાં મન પરોવીને ગાળવો છે, એમ કર્યા વિના જીવની શિથિલતા ઘટે તેમ નથી. દિવસે વખત ન મળે તો રાત્રે ઊંઘ ઓછી કરીને કે ઓછું ખાઈને, ઉપવાસ કરીને પણ ભક્તિ ન થઈ હોય ત્યાં સુધી ચેન ન પડે, એવી ટેવ પાડવી ઘટે છેજી. જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઈ હોય, અને દોષો દેખી દોષો ટાળવા પુરુષાર્થ કરે અને મોહને ઘટાડે તેને મુમુક્ષુ ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૬૦, આંક ૭૮૮) D આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાનદશામાં, ભ્રાંતિપણે પરિભ્રમણ કર્યા કરે છે, પણ હું કોણ
છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?' એવા વિચાર પ્રેરનાર કોઈ પુરુષનો તેને યોગ થયો નથી. સંસારની અનિત્ય અને અસાર ઇન્દ્રવારણા જેવી વસ્તુની વાસનામાં આટલાં વર્ષ ખોયાં તોપણ જીવને સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ ન આવ્યો. તેનું કારણ, કોઈ સપુરુષની શોધ કરી, સર્વ સંશય ટાળી, પરમશાંતિ પ્રાપ્ત કરવાની જીવને જિજ્ઞાસા જાગી નથી; અને સત્સંગ, સપુરુષનો યોગ મેળવી, તેના બોધનો વિચાર કરવા જીવ ઝૂરણા નહીં કરે, ત્યાં સુધી સાચો માર્ગ મળવો મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને પ્રિય લાગ્યા છે; તેથી ઇન્દ્રિયોની ઇચ્છાઓ પૂરી પાડવા દેશ-પરદેશ ભટકી, અનેક સંકટો વેઠી, અથાગ પરિશ્રમ જીવ ઉઠાવે છે. એટલી જ જરૂર, જો આ આત્માને જન્મ, મરણ, રોગ, વ્યાધિ, નરક, તિર્યંચનાં દુઃખમાંથી છોડાવવા માટે જણાય, તો જીવ તે માટે પણ પુરુષાર્થ