________________
૩૩
તમે ત્રણે જણ પરસ્પર, ઉપર જણાવેલી વાતો પોતાના સંબંધી એકબીજાને કહો, પૂછો, તેની ભાવના કરો તો સત્સંગમાં જે કરવા યોગ્ય સત્પુરુષનાં ગુણગાન, તેનો લાભ ત્યાં બેઠાં પણ થયા કરે તેવું છે. કંઇ ન બને તો પરમકૃપાળુદેવનાં જે જે વચનો આપણને તે મહાપુરુષે મુખપાઠ કરાવ્યાં છે, તેની ચર્ચા પરસ્પર કરતા રહેવાથી, સર્વની વૃત્તિ ધર્મમાં જોડાયેલી રહેવાનો સંભવ છેજી. જોકે બીજ ન જાય પણ પોષણ થયા કરે. (બો-૩, પૃ.૩૦, આંક ૩૬૧)
-
D પરમપુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણી, સંતોષ થયો છેજી. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હીનપુણ્ય જીવોને સાક્ષાત્ મહાવીરસ્વામીનાં વચનોનો પરિચય કરાવનાર, એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો અથાગ ઉપકાર જેમ જેમ સમજાતો જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ-વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજી. તેનો વિયોગ હજી વિશેષ સાલશે, તેમ તેમ બીજેથી વૃત્તિ સંકોચાઇ તેની આજ્ઞામાં વારંવાર વળતી જશે અને તેનો જ રંગ રુચિકર જણાતાં આખું જગત એંઠવાડા જેવું, નીરસ, અપ્રીતિકર અને શત્રુ સમાન લાગ્યા કરશે.
તે પુરુષનાં દર્શન, સમાગમ, બોધ, સર્વ આત્મહિતપ્રેરક ચેષ્ટા અત્યંત કરુણાપૂર્ણ, પ્રીતિકર, સ્મૃતિ કરવા યોગ્ય, ઠરવા યોગ્ય, આનંદદાયી અને ઉલ્લાસપ્રે૨ક સમજાતાં, જીવને બીજી ઇચ્છાઓ ક૨વાનું કંઇ કારણ નહીં રહે.
‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' (બો-૩, પૃ.૨૩૫, આંક ૨૩૧)
D પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણનો જીવ ભવ્ય છે. તેનું કલ્યાણ થવાનું છે. સત્પુરુષ તેની નીચે બેસે તો તેની છાયા સત્પુરુષ ઉપર પડે, તેથી તેને પુણ્ય બંધાય. એમ કરતાં-કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણ્યે-અજાણ્યે પણ સત્પુરુષથી જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૮)
D આપે જે જે શુભ ભાવનાઓ દર્શાવી છે, તે પરમકૃપાળુદેવની જાણ બહાર નથીજી. જેટલી આપણી યોગ્યતા, વૈરાગ્ય, મોક્ષની રુચિ તે પ્રમાણમાં તે પરમકૃપાળુ પરમાત્માની કૃપા નિરંતર, વગર માગ્યે મળ્યા જ કરે છેજી. આપણને દેખાય કે ન દેખાય તોપણ તેની કૃપા કર્મની પેઠે અદૃશ્યપણે કામ કર્યે જ જાય છેજી. (બો-૩, પૃ.૪૮૭, આંક ૫૨૦)
પરમકૃપાળુદેવની કૃપાએ જીવવું છે એ જ ભાવ કર્તવ્ય છેજી. કોઇને દુઃખરૂપ ન થવાય, તે ભાવના ભૂલવા યોગ્ય નથી; પણ કષાયરહિત થયા વિના, તેમ બનવું અસંભવિત જણાય છે. તેથી હાલ તો જેથી કલ્યાણની વૃદ્ધિ થાય તેમ વર્તવું યોગ્ય છેજી. સદ્ગુરુની ભક્તિ અને મુમુક્ષુપણું વધે તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૬)
॥ જે કંઇ કરીએ તે એક આત્માર્થે કરવાની ૫.પૂ. પ્રભુશ્રીજીની શિખામણ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છેજી; અને ગમે તેટલું કરીએ તોપણ મારાથી કંઇ બનતું નથી એવી વિનયભાવના હૃદયમાંથી ન ખસે, તે ચૂકવા યોગ્ય નથીજી.