________________
(૭૩૭) તેમ જ “સદ્ગુરુપ્રસાદ'માંથી બધી અવસ્થાના ચિત્રપટનાં દર્શન, રોજ કરાવતા રહેશોજી; તથા રોજ સાંજે તેમની ભાવના રહેતી હોય તો વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરેમાંથી સંભળાવતા રહેવું. વિશેષ ભાવના જાગે તો સમાધિસોપાનમાંથી સમાધિમરણ વિષેનું છેલ્લું પ્રકરણ, વારંવાર સંભળાવતા રહેવું ઘટે છેજી. તેમનું ચિત્ત તેમાં રહેશે તો બીજા ભાવ છૂટી, જ્ઞાની પ્રત્યે વિશેષ પ્રીતિ થતી જશે; નહીં તો વાંચનારને તો જરૂર લાભનું જ કારણ છે. આપણે તો આપણા આત્માને સંભળાવીએ છીએ એ મુખ્ય લક્ષ રાખી, ભલે જે સાંભળશે તેનું કલ્યાણ થશે, એ ભાવે ઘરનાં જે નવરાં હોય, તેમને સાંભળવા કહેવું. (બી-૩, પૃ.૩૪૩, આંક ૩૪૬) T માથે મરણ છે, વૃદ્ધાવસ્થા દોડતી આવે છે, સિલકમાં રહેલી વેદની વગેરે રાહ જોઈ રહી છે, તે બધાં
ઘેરી લે તે પહેલાં એવો અભ્યાસ કરી મૂકવો કે મરણ વખતની વેદનીમાં પણ, મંત્ર આદિ ધર્મધ્યાન ચુકાય નહીં. શાતાના વખતે પુરુષાર્થ જીવ નહીં કરી લે તો આખરે પસ્તાવું પડશેજી; ગભરામણનો પાર નહીં રહે, માટે પાણી પહેલાં પાળ કરી લેવી ઘટે છેજી, (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧) આપણે પણ એક દિવસ નિર્માણ થયેલો છે; પણ તે દિવસે શું ભાવના કરીશું, તે કંઈ ચોક્કસ કર્યું છે? તે ભાવના ત્યાં સુધી ટકી રહે, તેવી બળવાન થવા શું કર્તવ્ય છે, તે વિચારવા આપ સર્વને વિનંતી છે.જી. કંઈક તૈયારી કરી હોય તો કામ દીપે છે, તેમ મરણ સુધારવું હોય, તેણે પહેલાં શી શી તૈયારી કરવી ઘટે છે, તે પરસ્પર વિચારી, સત્સંગે નિર્ણય કરી, તે દિશામાં પગલાં ભર્યા હશે તો ધાર્યું કામ જરૂર થવા જોગ સામગ્રી, આ ભવમાં પ્રાપ્ત થઈ છે, તે સર્વની સફળ થાઓ, એ ભાવના છેજી. આખરે કાંઇ બનો કે ન બનો, પણ પહેલાં તેને માટે કાળજી રાખી પ્રયત્ન કર્યો હશે, તે અલેખે જનાર નથી, એવો વિશ્વાસ રાખી, આત્મહિતની વૃદ્ધિમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય, તેમ વર્તવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૧૧, આંક ૭૦૭). D મીરાંબાઈને રાજવૈભવ અને બીજાં જગતના જીવો ઇચ્છે, તેવાં સુખ હતાં; છતાં તેણે તે રાણાનો, રાજ્યનો અને રાણીપદનો ત્યાગ કરી, ભિખારણની પેઠે ટુકડા માગી ખાઈ, ભગવાનની ભક્તિ કરી તો આજે આપણે તેને ધન્યવાદ દઈએ છીએ અને તે “અમર વરને વરી” કે સદા તેનો ચૂડો-ચાંદલો કાયમ રહે તેવી દશા, ગુરુકૃપાએ તે પામી. જાણીજોઈને તેણે પતિને તથા સંપત્તિને લાત મારી અને આનંદપૂર્વક આખી જિંદગી તેણે ભક્તિમાં ગાળી. આપણે માથે તો તેવી દશા, હજી ભીખ માગે તેવી, આવી પડી નથી; પણ કર્મના યોગે, વહેલોમોડો જેનો નાશ થવાનો હતો, તેવું શિરછત્ર વહેલું ભાંગી ગયું અને પુરુષનો યોગ થયો છે, તેણે સત્સાધન આપ્યું છે તેનું અવલંબન લઇ, સદાચાર સહિત જિંદગી ભક્તિમાં ગાળવાની છે, એ કંઈ મોટી અઘરી વાત નથી. કાળ કાળનું કામ કરે છે. ભક્તિભાવ વધારતા રહેશો તો કંઈ જ જાણે બન્યું નથી, એમ પ્રારબ્ધ પ્રમાણે દિવસો વ્યતીત થશે. કશું ગભરાવા જેવું નથી; મૂંઝાવું ઘટતું નથી. હજી મનુષ્યભવરૂપી મૂડી હાથમાં છે ત્યાં સુધી, સૌ સારાં વાનાં થઈ રહેશે, પણ જેમ સદ્ગત ... નું સર્વસ્વ, આખો મનુષ્યભવ લૂંટાઇ ગયો,