________________
(૭૩૬) | ચિત્ત રાખવાની આપણે બધાએ ટેવ પાડી મૂકવા જેવું છેજી. કરી મૂક્યું હશે તે આખરે કામ આવશે. તેથી પાણી પહેલાં પાળ બાંધી રાખવી ઘટે છેજી. પાઘડીને છેડે જેમ કસબ આવે છે, તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ છેવટનો ભાગ સુધારી જેણે સમાધિમરણ માટે કેડ બાંધી, તેમાં અચળ ભાવ રાખી આશ્રયસહિત દેહ છોડયો, તેનું બધું
જીવન સફળ થયું, એમ ગણવા યોગ્ય છેજી. (બો-૩, પૃ. ૨૫૫, આંક ૨૪૯) T મૃત્યુ તો મહોત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય, એવું રાખવાનું છે. રાજા બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતો નથી, તેમ આ શરીરને છોડી બીજા શરીરમાં જવાનું છે, તેમાં ઉત્સવ માનવો. દેહ તો બધાનો છૂટે છે. દેહ કેદખાનું છે. એ છૂટતાં આત્માનું કંઈ ન બગડે. પરમાણુઓ વીખરાઈ જાય, પણ આત્મા તો અવિનાશી છે. દેહનો નાશ છે. એકનું એક કપડું હોય, તેનો બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે; પણ આ દેહ તો ઘણા કાળ સુધી ભોગવતાં અભાવ આવતો નથી ! દેવગતિ બાંધી હોય તો દેહ મૂકે ત્યારે ત્યાં જવાય, તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે, તેને મરણનો ભય કેમ હોય? મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે-દિવસે શરીર ઘરડું થાય અને મરણ ન આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યા હોય, તેટલું સારું થાય. મરણ સુધારવું એ મારી ફરજ છે. પહેલાંથી લક્ષ રાખવાનો છે, પણ મરણ વખતે તો ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે. કર્મે જીવને કેદમાં નાખ્યો છે, તેને મૃત્યુ ન છોડાવે તો કોણ છોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુ:ખથી છોડાવનાર છે. મૃત્યુ તો કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે, તેવું મળે. મોક્ષ માગે તો
મોક્ષ મળે. (બો-૧, પૃ.૧૦૭). I આયુષ્યકર્મની સ્થિતિ હોય તેટલું જિવાય છે. મનુષ્યપર્યાયને “હું છું’ એમ માને છે. આત્મા દેહરૂપ
નથી. ભ્રાંતિને લઈને પર્યાયને પોતાના સ્વરૂપે અનુભવે છે. આત્મા જન્મે નહીં, મરે નહીં; સંયોગને લઈને જન્મ્યો અને મર્યો એમ કહેવાય છે; પણ આત્મા તો જીવતો જ છે. મરવું એક વાર છે, પણ ડરે છે. ઘણી વાર. સાપને દેખે તો ડરે કે મરી જવાશે. મરણથી બચવા કોઈ-કોઈએ કિલ્લા બનાવ્યા, પણ તેય મરી ગયા. ઈન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ મરણ આવે છે. મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય; અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝેર ખાય તોય ન મરે.
દેહ તો પડવાનો છે, આત્મા અમર છે, એમ જાણે તો ભય ન લાગે. (બી-૧, પૃ.૧૩૪, આંક ૯) D આપના પિતાશ્રીને જણાવશો કે શરીરના ધર્મો શરીરમાં જણાય છે. નાશવંત દેહ કોઈનો અમર રહ્યો
નથી. મોટા મહાત્મા પુરુષો પણ દેહ તજીને ચાલ્યા ગયા તો આપણે કોણ ગણતરીમાં છીએ ? પણ તે મહાપુરુષોએ દેહ છૂટતાં પહેલાં દેહથી ભિન્ન, સુખદુઃખને જાણનાર, અછેદ્ય, અભેદ્ય, જન્મમરણ-વ્યાધિ-પીડાથી રહિત, નિત્ય આત્માને જાણી, દેહનો મોહ તદ્દન છોડી દીધો હતો. આપણે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે દેહનો મોહ છોડવો છે. તે પુરુષનું શરણું, ભવજળ તરવામાં નાવ સમાન છે, માટે મરણતંત્ર નિરંતર દયમાં રટાતો રહે, તેવી ટેવ પાડી દેવા ભલામણ છેજી.