________________
(૧૯) 1 શ્રી યશોવિજયજી ચોવીસી, શાંતિનાથ ભગવાનનું સ્તવન:
તાહરી ગતિ તું જાણે હો દેવ; સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. હે ભગવાન ! તારું અદ્ભુત રૂપ દેખીને આત્મા અરૂપી બને છે, મોક્ષ પામે છે. એ શાથી બને છે? તો કે ‘તાહરી ગતિ તું જાણે હો દેવ.” મને ખબર નથી, પણ તું જાણે છે. હું તો તારું સ્મરણ – ભજન કરું છું. (બો-૧, પૃ.૧૪) D પ્રજ્ઞાવબોધ પુષ્પ-૭૪ “મંત્ર' :
મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઢે હવે આ,
જ્યાં ત્યાં જોવે પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ,
પામું સાચો જીવન-પલટો મોક્ષ-માર્ગી થવાને. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી જે મુમુક્ષુજીવને સંતના યોગે અને સર્બોધે સંસાર ઝેર જેવો, રાગ-દ્વેષથી બળતો અને એકદમ તજવા યોગ્ય તથા સ્વપ્નમાં પણ પ્રિય ન લાગે તેવો સ્પષ્ટ સમજાયો છે તથા મહાપુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમકૃપાળુદેવ સમાધિમરણના કારણરૂપ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે, એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ છે; તથા તે જ ભવસાગર તરવામાં નાવ સમાન છે એમ જાણી, જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહામંત્રનો આધાર દ્રઢતાપૂર્વક ગ્રહણ કર્યો છે, તેવો ભાગ્યશાળી મુમુક્ષુ પોતાની ભાવના ઉપરની કડીમાં પ્રગટ કરે છે કે હે ભગવાન ! જ્યાં સુધી મંત્ર મળ્યો નહોતો ત્યાં સુધી તો આ જીવ દેહનો દાસ થઈને વર્તતો હતો, પુદ્ગલની બાજુમાં ગાંડો થઈને પોતાને ભૂલી રહ્યો હતો; પણ હવે પરમકૃપાળુદેવની કૃપાથી છૂટવાની-મોક્ષની રુચિ એવી જાગી છે કે હવે તો હરણ જેમ વિણાના સંગીતમાં ભાન ભૂલી જાય છે, જાણે મંત્રી લીધું હોય તેમ પોતાને મારવા ધનુષ્ય ચઢાવી બાણ છોડવાની તૈયારી કરતા પારધીને નજરે જુએ છે, છતાં મરણનો ડર ભૂલીને સંગીતની લહેરને સંભાર્યા કરે છે, તેમ હું પણ જેટલો કાળ હવે જીવવાનું બાકી હશે, તેટલો કાળ તે મંત્રનું સ્મરણ કર્યા કરીશ. એવી ભાવના આ ભાગ્યશાળી મુમુક્ષુ કરે છે.
પહેલી લીટીમાં કહેલું કરવામાં જે જે વિપ્નો નડે છે, તે દૂર કરવા હવે બીજી લીટીમાં જણાવ્યું છે : પાંચેય ઇન્દ્રિયો દ્વારા મન ભટકે છે, તેમાં “વચન નયન યમ નાહીંમાં કહ્યા પ્રમાણે આંખો અને શબ્દો મોટાં વિઘ્ન છે. જ્યાં ત્યાં જીવ જોયા કરે અને રાગ-દ્વેષ કર્યા કરે તો કદી મોક્ષ થાય નહીં. તેથી આત્માને ઉપકાર ન કરે એવા પરપદાર્થોને નિરર્થક જોવાનું બંધ કરવા, એ પડેલી ટેવ ભૂલી જવા તે નિર્ણય કરે છે. અત્યારે એવો પુરુષાર્થ કરે તો નવાં કર્મ બાંધવામાં ઇન્દ્રિયો પ્રેરતી હતી, તે રોકાય ખરી; પરંતુ અજ્ઞાનદશામાં અજ્ઞાની ગુરુ કે અસત્સંગવાસીઓના જે જે બોલો, શિખામણો સાંભળીને પ્રિયરૂપે કે અપ્રિયરૂપે સંઘરી રાખી હોય, તે મનમાં ફરી આવે અને તેમાં રમણતા થાય; તે પણ, મંત્રસ્મરણમાં મનને ટકવા, રહેવા ન દે. માટે આત્માને ભુલાવે એવા પારકા બોલો પહેલાં સાંભળ્યા હોય, અત્યારે સંભળાતા હોય, કે ભવિષ્યમાં કોઈ ઠપકો દેશે એવો ભય લાગતો હોય, તે બધું ભૂલી જવાનો નિર્ણય કરે છે.