________________
(૧૯૧) આ બધું શા માટે કરે છે? શા માટે હવે જીવવું છે? તે ત્રીજી લીટીમાં કહે છે : હવે તો એ જ લક્ષ રાખવો છે કે જે જે સાધનોથી આત્મહિત થાય, તે જ કરવું છે. આત્મા માટે જ જીવવું છે; કદી આ લક્ષ ભુલાય નહીં એવો નિર્ણય કરે છે. આ બધું થાય તો જ મોક્ષમાર્ગે ચઢાય એવું છે એમ સમજાયાથી, તે મુમુક્ષુ પોતાનું અત્યાર સુધીનું જીવન પલટાવી નાખવા નિર્ણય કરે છે અને સાચા પુરુષને શોભે તે પ્રમાણે તે મહાપુરુષને પગલે-પગલે ચાલી, મોક્ષનો માર્ગ અંગીકાર કરે છે. સંસારનો પક્ષ છોડી, જ્ઞાનીના પક્ષમાં મરણપર્યત રહેવાનો તેનો નિર્ણય છેલ્લી લીટીમાં જણાવ્યો છે : હવે હું પહેલાં હતો તે નહીં, પણ પરમકૃપાળુદેવની કૃપાએ મને મોક્ષના રંગમાં રંગી નાખ્યો, માટે હું બીજો અવતાર પામ્યો હોઉં તેમ, જૂના ભાવો, જૂની વાતો, જૂના સંસ્કાર તજી, જ્ઞાની પુરુષે સંમત કરેલા ભાવો, તેની વાતો, તેના સંસ્કાર ગ્રહણ કરીશ. ભમરી જેમ ઇયળને માટીના દરમાં પૂરી ચટકો મારી જતી રહે છે, પછી ઇયળ ભમરીનું સ્મરણ કરતી-કરતી ભમરી થઈ જાય છે. “ભંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જંગ જોવે રે.' તેમ પરમકૃપાળુદેવે આપેલા મંત્રનું સ્મરણ કરતાં-કરતાં, પરમકૃપાળુદેવની દશા પામવા હવે તો જીવવું છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ અને આ જીવનો પુરુષાર્થ, બંને મળવાથી મોક્ષમાર્ગે આગળ વધાય છે, તે
જણાવવા આ કડી રહસ્યપૂર્ણ લખાઈ છે. (બી-૩, પૃ.૫૦૮, આંક ૫૫૦) D પ્રજ્ઞાવબોધ પુષ્પ-૯૮ “જિનભાવના:
આશ્વર્ય સર્વ ધરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મગુણ દાસણા જગાવો;
આત્માથી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોધરૂપ બનવા પ્રભુ, જીવવું છે. અહીં પરમાત્માને પ્રાર્થનારૂપ આત્મવિકાસની ભાવના પ્રદર્શિત કરી છેજી, પરમાત્મસ્વરૂપ સર્વ ચમત્કારોથી ભરપૂર છે. “પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત્ પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજે કયે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે .... આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહતું જાણે છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણકાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે.” (૪૧૧) ચિચમત્કારથી પૂર્ણ પ્રભુ Æયમાં આવો, પ્રગટ થાઓ ! તે પૂર્ણપદની ઉપાસનાથી ઉપાસકના ગુણો પ્રગટી પૂર્ણતાને પામે છે. ઉપર ઉતારામાં જણાવેલ પુદ્ગલ ચમત્કારો ગુપ્ત આત્મ-ચમકારથી હીન છે, તેની હે પ્રભુ ! મારી માગણી નથી. મારે તો કેવળજ્ઞાનસ્વરૂપ બનવું છે, તે અર્થે જ જીવવું છે. એ અર્થની એ ભાવનાની કડી છેજી. (બી-૩, પૃ. ૨૩, આંક ૨૫૮)