________________
૮s )
જ્યારે સાંજે કે સવારે પાઠ ફેરવવાનો વખત હોય ત્યારે તેમાં ઉપયોગ રહે તેવી રીતે આત્મસિદ્ધિ પુરી બોલી જવી; અને વિચારવાના વખતે આત્મસિદ્ધિ પૂરી નહીં થાય એવી ફિકર કર્યા વિના, જેટલી ગાથાઓ વિચારાય તેટલી વિચારવી. એક જ ગાથામાં, રાખેલો વખત પૂરો થાય તોપણ હરકત નહીં; ઊલટું સારું કે એટલી વિસ્તારવાળી વિચારણા થઈ. પરંતુ તેમાં એટલો લક્ષ રાખવો કે જે કડીનો વિચાર કરવો છે તેના પ્રત્યે વારંવાર વૃત્તિ આવે, નહીં તો એક વાત ઉપરથી બીજી વાત ઉપર સંબંધરહિત ચિત્ત પ્રવર્તે તો પાછા સંસારના વિચારો પણ સાથે આવી હેરાન કરશે, માટે હું તો આત્મસિદ્ધિ સમજવા આ પુરુષાર્થ કરું છું, નકામો વખત ગયો કે વિચારણામાં ગયો તે પણ વખત પૂરો થયે તપાસતા રહેવા યોગ્ય છેજી. મૂળ હેતુ તો છ પદની શ્રદ્ધા કરવાનો છે, તે વૃઢ થાય તો બધું વાંચ્યું, વિચાર્યું લેખે આવે તેમ છે). (બો-૩, પૃ. ૧૭૬, આંક ૧૮૦) D શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ ન હોય તો કરી લેવા ભલામણ છે. રોજ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરતાં રહેશો તો પરમકૃપાળુદેવની સમજણ Æયમાં ઊતરતાં વાર નહીં લાગે. (બી-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨). શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ચૌદપૂર્વનો સાર છે, પણ જીવની જેટલી યોગ્યતા હોય તેટલું તેમાંથી ગ્રહણ કરી શકે. તેમાં આત્મસ્વરૂપ જે ગાયું છે, તે સદ્ગુરુ આજ્ઞાએ જીવ વિચારે તો આત્મા સંબંધી છયે પદમાં તે નિઃશંક થાય અને આત્મપ્રતીતિ દ્વારા મોક્ષમાર્ગ પામી, આખરે નિર્વાણ પામે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને છ પદના પત્રની સાથે આત્મસિદ્ધિ રોજ બોલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં જણાવેલું આત્મસ્વરૂપ પ્રતીત કરી, નિઃશંક થવા યોગ્ય છે. આપણી યોગ્યતા ન હોવાથી ન સમજાય તોપણ એટલું તો અવશ્ય માનવા યોગ્ય છે કે * જ્ઞાનીપુરુષોએ પ્રત્યક્ષ પ્રગટ અનુભવેલો આત્મા મારે માન્ય છે, તેની ઓળખાણ કરવાની ભાવના વર્ધમાન કરવા યોગ્ય છે, સપુરુષ દ્વારા સાંભળેલા બોધની સ્મૃતિ કરી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કર્તવ્ય છે; તો યોગ્યતા વધશે અને મુમુક્ષુતા વધતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય વિશેષ સમજાશે. (બી-૩, પૃ.૭૯, આંક ૬૯) | આસો વદ એકમ આત્મસિદ્ધિનો જન્મદિવસ છે. તે દિવસે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે
આત્મસિદ્ધિમાં ચૌદપૂર્વનો સાર છે, આખો આત્મા પ્રકાશ્યો છે; પણ તેનું માહામ્ય શી રીતે સમજાય? પહેલી તો પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા જોઈએ. તે પરમપુરુષ ઉપર દ્રઢ વિશ્વાસ આવી જાય તોપણ આ ભવમાં કામ થઈ જાય. તે પુરુષ-પ્રતીતિથી તેનાં વચનની પ્રતીતિ આવે અને ઉપશમ, ત્યાગ, વૈરાગ્યનું બળ વધે તેમ જીવની યોગ્યતા આવે એટલે આત્મસ્વરૂપનું ભાન પણ થાય. બોધ અને વૈરાગ્યની જીવને જરૂર છે; તેને માટે સત્સંગ, સપુરુષનો સમાગમ અને તેની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે જે કંઈ મુખપાઠ કરવાનું કે સ્મરણ વગેરે નિત્યનિયમ તરીકે કરવા યોગ્ય કહ્યું છે, તે અવશ્ય કરવું. (બી-૩, પૃ.૭૩, આંક ૬૧) પરમકૃપાળુદેવે ચૌદપૂર્વના દોહનરૂપ આત્મસિદ્ધિ રચી મહાઉપકાર કર્યો. તેના અધિકારી જીવાત્માઓને તે મોકલાવી, સબોધરૂપી જળ સીંચી તે વડે આત્માની સિદ્ધિ કરાવી; અને તેમના દ્વારા ઘણા ભવ્ય જીવોના આત્માનું કલ્યાણ થશે.