________________
(૩) જીવે કોઈ કાળે એવી અપૂર્વ નિરાવરણ શાંતિ અનુભવી નથી કે જેથી એકદમ વૃત્તિને ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં રાખી સર્વ અન્ય વાતનું વિસ્મરણ થાય. કોઈ પૂર્વના અનલ્પ પુણ્યના યોગે આપ પ્રભુનું નામ કાનમાં પડયું અને આપની મધુર હદયવેધક વાણી સાંભળવાનો ઉદય જોગ મળી આવ્યો, તે માત્ર વિશ્રાંતિનું સ્થાન છે. આપની મુખમુદ્રાનો ચિત્રપટ તેમ જ આપનું માહાભ્ય પરમોપકારી સ્વામીશ્રી દ્વારા સાંભળવામાં આવતાં આ જીવને આપના ચરણકમળની સેવાનો લાભ પ્રાપ્ત થશે એવી આશા રહે છે. આપનું જ શરણ ભવોભવ હો એમ સ્ક્રય કબૂલ કરે છે. અભિમાનને હણનારી, વૈરાગ્યને પોષનારી, સર્વ પરભાવને શાંત કરનારી આપની દેશના સ્વમુખે સાંભળવા આ જીવ ક્યારે ભાગ્યશાળી થશે? હે જીવ! શાંત થા ! શાંત થા ! આમ અંતરમાંથી ફુરણા થાય છે તે તારો આશીર્વાદ કૃપાળુદેવ જયવંત હો ! સંસારના ઉષ્ણ ઉનામણામાં ઊકળતો આ જીવને જોઇ હે પરમકૃપાળુદેવ તમે સત્સમાગમમાં મૂક્યો છે તે મહદ્ ઉપકાર છે.
આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.' રાજચંદ્ર સ્વરૂપે હો ભાવના ભવનાશિની, અસંગ સંગતિદાયી પરમાત્મા પ્રકાશિની.
(બી-૩, પૃ.૨૦, આંક ૫) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહો !
નિષ્કારણ કરુણાની કથની વચન વિષે ન સમાય, અહો ! અહો નિષ્કામી નાથ ! શરણાગતને સદા હિતકારી, પરમોપકારી પરમકૃપાળુદેવ, પરમોત્કૃષ્ટ શુદ્ધસ્વરૂપના નિરંતર ભોગી ! અમિતદાનદાતાર ! તારા ચરણની શીતળ શાંતિમાં આ બાળ તદ્રુપ અનન્ય ભાવનાથી, વારંવાર ધન્યવાદ આપી અતિ ઉલ્લસિત તન, મન અને આત્મભાવથી, વિનયભક્તિએ નમસ્કાર કરવા સમસ્ત અંગ નમાવે છે. ગયા સપ્તાહમાં પ્રભુ આપની કરુણાની વૃષ્ટિ વરસ્યા કરી છે; પણ આ “અપાત્ર અંતર જ્યોત' જાગી નહીં એમાં આપને શું કહ્યું? ગયા ચોમાસામાં તળાવ નદી નાળાં છલકાઈ ચરોતર તરબોળ થઈ ગયું હતું પણ કોઈ ટેકરે ગાયનાં પગલાંથી થયેલા ખાડામાં પાણી ભરાઈ ભરાઈને સુકાઈ જાય અને હતું તેવું કોરું થઇ રહે તેમાં મેઘનો શો વાંક?
“રામનામકા નાવડા, માંહિ બેસાર્યા રાંક; અર્ધ પસાર કૂદી પડે, તેમાં સદ્દગુરુનો શો વાંક ?''