________________
(૨૦૩) D પરમસુખરૂપ મોક્ષની પ્રાપ્તિના ઉપાય : 0 ચિત્ત એ તારું ખરેખરું ધન છે. એના ઉપર ધર્મ અને અધર્મ, બંને આધાર રાખે છે. એના ઉપર
સુખદુઃખનો આધાર રહે છે, માટે ચિત્તરૂપ સુંદર રત્નનું સારી રીતે રક્ષણ કર. જીવમાં અને ભાવચિત્તમાં પરસ્પર કંઈ તફાવત નથી. એટલા માટે જે પ્રાણી ભાવચિત્તની રક્ષા કરે છે, તે વાસ્તવિક રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. છે જ્યાં સુધી એ ચિત્ત ભોગની લાલસાએ વસ્તુ કે ધન મેળવવા માટે દોડાદોડ કર્યા કરે છે, ત્યાં સુધી
તને (આત્મિક) સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? જ્યારે એ ચિત્ત બહારનો સર્વ પ્રકારનો ભ્રમ (રખડવું) છોડી દઇ, તદ્દન સ્પૃહારહિત થાય, જ્યારે આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમસુખ
પ્રાપ્ત થાય. ૦ કોઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે, કોપ કરે કે નિંદા કરે, તે સર્વ પર જ્યારે એકસરખી વૃત્તિ રહે ત્યારે
તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ પોતાનાં સગાં કે સંબંધી હોય, દુશ્મન કે નુકસાન કરનાર હોય, તે સર્વ પર રાગ-દ્વેષ ન થાય ત્યારે
તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ કોઈ ઉત્તમ ગોચંદનનો લેપ કરે કે કોઈ વાંસલે છોલે, તે બંને પ્રત્યે સરખી વૃત્તિ રહે ત્યારે તને
પરમસુખ પ્રાપ્ત થાય. ૦ ઇન્દ્રિયોના વિષયો સુંદર હો કે માઠા હો, તે સર્વ પર એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ
પ્રાપ્ત થાય. ૦ સાંસારિક પદાર્થો પાણી જેવા છે, તારું ચિત્તરૂપ કમળ ત્યાં ન લેવાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત
થાય. ૦ પ્રચંડ યુવાવસ્થાના જોરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને સુંદર અંગોવાળી લલનાઓ દેખી,
મનમાં વિકાર ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ અત્યંત આત્મબળ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ (ધન) અને કામ-સેવનથી વિરક્ત થાય અને
ધર્મમાં આસક્ત થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય, ૦ જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મુક્ત થાય અને સ્થિર સમુદ્ર જેવું મોજાં વગરનું બને
ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. 0 મૈત્રી, કારુણ્ય, માધ્યસ્થ અને પ્રમોદભાવના યુક્ત થઈ જ્યારે ચિત્તને મોક્ષ મેળવવા માટે એકતાન
લાગે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. (બી-૩, પૃ.૩૦૫, આંક ૨૯૨) I ‘વાદૃશ ભાવના થી સિદ્ધર્મવતિ તાદૃશી” જેવી જેની ભાવના હોય, તે પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે,
એ આર્યવચન યથાર્થ છે. માટે મોક્ષપ્રાપ્તિનાં કારણોનો વિચાર કરી, તે કારણો ઉપાસતાં રહેવાય તો કાર્યરૂપ મોક્ષ અવશ્ય થાય; પણ કારણનો નિર્ણય ર્યા વિના, તેનો અભ્યાસ કર્યા વિના મોક્ષ જેવું અત્યંત વિકટ કાર્ય, ક્ષણિક નિર્બળ ઇચ્છાથી પાર પડે તેવું નથી. માટે વિકટ સંજોગોમાં તો વિકટ પુરુષાર્થ કર્તવ્ય છેજી.