________________
(૬૩૦ ૯૩૦)
ભયંકર વર્ણવ્યું છે તેવું જ દેખાતાં દયમાં એવી છાપ પડી જાય કે પછી શરીર ઠીક થયા પછી પણ પોતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકાં-ચામડાવાળાં, પાયખાનાં-જાજરાં જેવાં જણાય; સપુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે; લોકોની વાતો સાંભળવી ન ગમે; કૂથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધાં ગંદવાડ જેવા તજવા યોગ્ય લાગે; નાતજાતમાં ઘરેણાં પહેરી જમનારાં કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયાં જેવાં કે કાન-શિયાળ જેવાં તુચ્છ લાગે, જોવા ન ગમે; લગ્નનાં ગીતો કાણમોકાણ વખતે રડારોળ કરતાં હોય તેવાં જણાય; સુંદર પથારીઓ અને બિછાનાં કાદવ જેવાં જણાય તથા ઉત્તમ તેલ-ફુલેલ પણ ગંધાતા પરુ સમાન ભાસે, પોતાની બડાઇઓ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઇ કરનારા જેવા જણાય; આવો વૈરાગ્ય પ્રગટ કરવાનું કારણ વેદનાનો વખત છે; કારણ કે તે વખતે મોહની મંદતા હોય છે એટલે દુઃખ જે સુખનો વેશ લઈને આવતું હતું, તે ઉઘાડું પડી જઇ દુઃખરૂપ જ લાગે છે. માટે દુઃખથી કંટાળવા જેવું નથી. નાના છોકરાને નિશાળે જવું ન પડે તો ઠીક એમ લાગે પણ “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ એવી કહેવત છે, તેમ શરીરનાં દુ:ખને દુ:ખ ગણવા યોગ્ય નથી. વહેલામોડાં તે તો જવાનાં જ છે; પણ તે હોય ત્યાં સુધી જે જે વિષયાદિક પદાર્થોમાં મન ભમતું, તે કેવા ચીતરી ચઢાવે તેવા છે ! એની ખાતરી કરી લઈ, કદી સ્વપ્ન પણ હવે આ સંસારનાં સુખની ઇચ્છા ન કરું એવું દ્રઢ મનને કરી દેવાય તો પછી તે મન પરમકૃપાળુદેવની ભક્તિમાં અને તેનાં વચનોમાં બહુ આનંદ લેતું થઈ જશે; કારણ કે બહાર ભટકવાનું તેને નહીં ગમે તો પછી આત્મવિચાર, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, શાંતિ એવાં ઉત્તમ સ્થળોમાં તેને રમવાનું બની આવશે. અનાથીમુનિને અસહ્ય વેદના એક દિવસ જ ભોગવવી પડી, પણ એક જ દિવસમાં તો તેમણે એવો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે તે નિશ્રયને વળગી રહેવાથી, તે આત્મા-પરાત્માના નાથ થયા અને ઉપાધિ આદિને યોગે અનાથપણું હતું, તે ટાળી સ્વતંત્ર આત્માનંદના ભોક્તા થયા. બહારના સંયોગો આપણા હાથમાં નથી, પણ ભાવ તો આપણા હાથની વાત છે. ખોટી વાતોમાંથી મન ઉઠાવી લેવું અને પુરુષના ઉપકારમાં, તેના આશ્રયના માહાત્મમાં, તેની દશાના વિચારમાં મન રાખી વાંચ્યું હોય, ભાવના કરી હોય તે ઉપરથી લક્ષ રાખવો. જીવ ધારે તો મુશ્કેલ નથી. દુ:ખના પ્રસંગે પણ ઘણો કાળ ધર્મભાવનામાં જાય તેવો અભ્યાસ થઇ જાય તો મુમુક્ષુજીવને દુ:ખ ગયે પણ ધર્મભાવ વધતા જાય.
કડવી દવાની પેઠે આત્માનું હિત કરવા જ માંદગીના પ્રસંગ આવે છે. તે ધીરજ રાખી મરણ, શરણ, બોધ અને વૈરાગ્યના વિચારોના બળથી પરમકૃપાળુદેવની આજ્ઞામાં : ““છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ - મૂળ મારગ સાંભળો જિનનો રે'' વિચારતાં રહેશોજી. (બો-૩, પૃ.૩૦૮, આંક ૨૯૫) D અશાતાવેદનીયનો સંજોગ જોઈ મુમુક્ષજીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ છે, તોપણ વિશેષ વેદનાને વખતે કે લાંબી માંદગી હોય તો કંટાળો આવી જવાનું તેમ જ આર્તધ્યાન થવાનું કોઈ વખતે બને એવો સંભવ છે. માટે એવા પ્રસંગમાં જ્ઞાની પુરુષની આજ્ઞા તથા તેમનાં વચનો વારંવાર લક્ષમાં રહે તેવો પુરુષાર્થ કરવાની ભલામણ જ્ઞાની પુરુષો કરતા આવ્યા છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે.