________________
૩૧૮
D` પ્રશ્ન : આ જીવની વિષય-વાસનાની હાનિ ક્યારે થશે ?
ઉત્તર : લોખંડ વાંકું વળી ગયું હોય, પણ તપાવીને ઘણ મારે તો સીધું થઇ જાય. તેમ જ આપણા વિષયાસક્ત જીવને ઇન્દ્રિયદમનરૂપી તપમાં તપાવીને, ઉપર સત્પુરુષના બોધરૂપી ઘણના પ્રહારની જરૂર છે.
પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીમાં જણાવ્યું છે કે ‘‘હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’' તથા પ.ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાય કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીતવો, રસાદિની લોલુપતા મટાડવાના ઉપાયોરૂપી બોધ કર્યો, તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી, વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણા જેવા વિષયાસક્ત જીવોને જિન્નાઇન્દ્રિયની લાલસા છોડાવવા, મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય, તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઇ હોય તો બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી, વાપરવી.
સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આપણે બોધ ગ્રહણ કરી, રસેન્દ્રિયના સ્વાદ છોડવાનું વર્તનમાં મુકાશે, ત્યારે જ વિષય-વાસનાની હાનિ થશે. (બો-૩, પૃ.૩૪૦, આંક ૩૪૩)
I ૫.પૂ. પ્રભુશ્રીજી પાસે એક દિગંબર બ્રહ્મચારી, શ્રી શીતલપ્રસાદજી આવતા. તેમણે એક વખતે પૂ. પ્રભુશ્રીજીને પ્રશ્ન કરેલ કે વિષય-કષાય, રાગ-દ્વેષ દૂર કેમ થાય ? તેના ઉત્તરમાં તેઓશ્રીજીએ જણાવેલું કે જેનામાં તે દોષો નથી, ત્યાં વૃત્તિ જવાથી, ટકવાથી તે દોષો દૂર થાય છે. આ ઉત્તરને વારંવાર વિચારવા વિનંતી છે. (બો-૩, પૃ.૩૩૦, આંક ૩૨૪)
ઇન્દ્રિયો
D પાપની પ્રવૃત્તિઓ રોકવી. પાપથી ડરતા રહેવું. પાપ બાંધવા ઇન્દ્રિયો મળી નથી. પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી.
કોઇનાં બે વચન સાંભળી ક્રોધ થતો હોય તો કાન ઉપર હાથ દેવા, એમ કહેવાય છે. ખાવું તો સ્વાદ માટે નહીં, પણ જીવન ટકાવવા. આંખ મળી છે, તે ભગવાનનાં દર્શન માટે છે. કાન મળ્યા છે, તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયને સવળી કરી નાખવી.
ઇન્દ્રિયો જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે. (બો-૧, પૃ.૨૧૪, આંક ૧૦૨)
— ઇન્દ્રિયોને વશ કરવી, તે ઉપયોગ સ્થિર રહેવાનું કારણ છે. પાંચ ઇન્દ્રિયો પણ વશ કરી લે, તોય કલ્યાણ તો સત્પુરુષના આશ્રયે જ થાય છે. સત્સંગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષય છે. પૂર્વે ઘણી વાર સત્સંગ મળ્યા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયમાંથી પાછો ખસે તો જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે. (બો-૧, પૃ.૯૨)
D ખરો ઇન્દ્રિયજય રાગ-દ્વેષ ન થાય ત્યારે કહેવાય. રાગ-દ્વેષ ન થાય તો જુએ તોય જોતો નથી, સાંભળે તોય સાંભળતો નથી, ચાખે તોય ચાખતો નથી, સૂંઘે તોય સૂંઘતો નથી.