________________
૩૨૭) T જાત્રા કરવાનું ધ્યેય એટલું કે તેટલો લોભ ઓછો થાય. લોભ બહુ ખરાબ છે. જેનો લાભ ઓછો થયો,
તેને જ્ઞાની પુરુષનો બોધ અસર કરી શકે. તે આગળ વધી શકે. (બો-૧, પૃ.૩૩૮, આંક ૩) 0 ખરી રીતે તો લોભનો ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે.
જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લોભપ્રકૃતિ ચાહે તો ધન, વિષયભોગ, દેવલોક કે લૌકિક દુ:ખોથી છૂટવાના રૂપમાં હો, પણ તે છોડયા વિના, આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી. જેમ બને તેમ નિસ્પૃહી, નિર્મોહી થવા અભ્યાસ કર્તવ્ય છેજ. તે અર્થે દાન, તપ, શીલ અને ભાવના કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૦૪, આંક ૫૪૨). D કિંચિત્માત્ર ગ્રહણ કરવું તે દુઃખનો માર્ગ અને મૂકી દેવું તે મોક્ષનો માર્ગ, એવા ભાવાર્થનું સાપેક્ષ વચન પરમકૃપાળુદેવનું છે, તે વિચારવા યોગ્ય છે. આરંભ-પરિગ્રહને દુઃખોનું કારણ જણાવી વૈરાગ્ય-ઉપશમનો ઉપદેશ કર્યો છે, તે વારંવાર વિચારી, જીવમાં જે લોભભાવ હોય, તે ઘટાડવાથી યોગ્યતા આવે છે. જેને તૃષ્ણા વધારે, તેનાં જન્મમરણ વધારે અને જેણે તૃષ્ણા ઘટાડી તેણે જન્મમરણનાં કારણ ઘટાડ્યાં, એવો ઉપદેશછાયામાં બોધ છે, તે વિચારશો, ભાવશો.
રાજાને તૃણતુલ્ય માત્ર ગણતા, ના ઇન્દ્ર સુખી ગણે; પ્રાપ્તિ-રક્ષણ-નાશરૂ૫ ધનના ક્લેશો ન જેને હણે. સંસારે વસતાં છતાં સુખ લહે સિદ્ધો સમું માનવી; દેવોને પણ પૂજ્ય નિર્ભયપદે છે સંત સંતોષથી.”
ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઇ.”
(બી-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯) | D પ્રશ્ન : તૃષ્ણા કેમ જાય?
પૂજ્યશ્રી તૃષ્ણા ખોટી છે, એમ લાગ્યું? ઉપાધિરૂપ છે, એમ લાગ્યું? તૃષ્ણા ઓછી કરવી હોય, તેણે નિયમ કરવો જોઇએ. ઉપાધિ કોને માટે કરું છું? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તો આત્માનું કામ થાય. મારે મોક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણા ઓછી થાય. વધારે પૈસા શા માટે ઇચ્છે છે ? બીજા મોટા કહે તે માટે, મોટાઈ માટે. હું મોટો છું, એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. મોટાઈ મૂકીને બધા મોક્ષે ગયા છે. પર્વત જેટલો પૈસાનો ઢગલો કરીશ તોપણ મોક્ષ નહીં આવે. હમણાં દેહ છૂટી જાય તો સાથે શું આવે ? મારી સાથે જ આવે એવું કરવું છે. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું.