________________
૧૪૦
દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. (૮૪)
આ કોને કહે છે ? દેહ તો સાચવ્યો સચવાય એવો નથી. આત્માનું કલ્યાણ કરવા માટે અહીં સાંભળવા બેઠા છીએ, એમ થાય તો વિચારે કે હું આત્માની કાળજી રાખું છું કે નહીં ? દેહનું પુણ્ય પ્રમાણે થશે; પણ આત્માને સંભાળવાનો છે. આટલા ભવમાં અનંત ભવનું સાટું વળી જાય તેવું છે. લાગ આવ્યો છે પણ જીવને ખબર નથી. બીજું ઘણું કર્યું. પ્રભુશ્રીજી કહેતા કે તલ-તલ ઉપર નામ લખેલું છે. જેને જેટલું મળવાનું છે, તેને તેટલું મળે છે. હવે છૂટવાનું કરી લેવા દે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭)
ન ચાલે તો પ્રતિશ્રોતી થા. (૮૪)
પ્રતિશ્નોતી = સ્વીકાર કરનાર; કંઇ ન બને તોપણ જ્ઞાનીનું કહેલું અંગીકાર કરનાર, માન્ય કરનાર. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦)
કર્મનું જોર હોય તેથી પોતાનું ન ચાલતું હોય તો જ્ઞાની કહે તે સ્વીકાર કર, માન્યતા કર, તો પછી બધું થશે. બધું ન થાય તો જેટલું થાય તેટલું કર. અંશે-અંશે બધું થઇ જશે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭) જેમાંથી જેટલું થાય તેટલું કર. (૮૪)
જે સંયોગોમાં મુકાયા હોઇએ તે પ્રતિકૂળ હોય, ન છૂટે તેવા હોય તો, તે તેને કાળે દૂર થયે, જે ભાવના રાખી છે, તે પૂર્ણ કરવા પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. ભાવના મંદ ન પડી જાય, તો જ જે અનુકૂળતા વહેલીમોડી મળે તેનો લાભ લઇ શકાય. (બો-૩, પૃ.૫૭૯, આંક ૬૫૨)
D પારિણામિક વિચારવાળો થા. (૮૪)
અત્યારે કરું છું, તેનું ફળ કેવું આવશે, તેનો વિચાર કરીને વર્ત. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭)
જે કાર્ય કે ભાવ થાય છે, તેનું શું પરિણામ આવશે, એનો વિચાર કર. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦) અનુત્તરવાસી થઇને વર્લ્ડ. (૮૪)
ઉત્તર એટલે ચઢિયાતું; જેથી કંઇ પણ ચઢિયાતું નથી એવો આત્મા - ‘‘આત્માથી સૌ હીન''; એવા અનુત્તરવાસી એટલે સર્વોત્કૃષ્ટ આત્મા જ્યાં પ્રગટ છે, ત્યાં જેના ચિત્તનો વાસ છે, તે અનુત્તરવાસી સમજાય છે; તેવો થઇને વર્ત. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦)
અનુત્તર તો આત્મા છે. આત્મામાં વસવાવાળો થા. બીજી જગતની વાસના ન રાખ. ‘‘મોક્ષભાવ નિજવાસ.’' પોતાના સ્વભાવમાં વસવું, એ જ મોક્ષવાસ છે. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૭) મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. (૧૧૨)
પરમકૃપાળુદેવે મોક્ષમાળામાં વિવેકનો પાઠ (પાઠ-૫૧) લખ્યો છે; અજ્ઞાન અને અદર્શનથી જીવ ઘેરાઇ ગયો છે, તે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શનરૂપે જેથી જેથી જણાય, તે વિવેક. સંસાર અસાર ભાસે અને મોક્ષ સર્વોત્કૃષ્ટ, રમણીય, પ્રિય, હિતરૂપ જેથી ભાસે, તે વિવેક. મોહદશામાં તેવો વિવેક નથી હોતો કે નથી રહેતો. (બો-૩, પૃ.૬૭પ, આંક ૮૧૦)
નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. (૧૨૮)
નાટકમાં નેપથ્ય એટલે પડદા પાછળ એવો અર્થ થાય છે. અહીં ઉપમાવાચક શબ્દ છે. આવરણ પડદા