________________
(४७०
મીઠું પવિત્ર પાણી ઉપયોગમાં આવ્યું; પણ બાકીનો મોટો ભાગ દરિયામાં જઇ, ખારા પાણી સાથે ભળી. પીવા માટે પણ અયોગ્ય બને છે.
તેમ આ મનુષ્યભવની અમૂલ્ય રિદ્ધિ અનેક પ્રાણીઓને પ્રાપ્ત થઈ છે, તેને કોઈ ધન કમાવામાં કોઈ પરોપકારમાં કોઈ સત્સંગ આદિ સાધનમાં વાપરે છે; તો કોઈ અધોગતિનાં કારણો મેળવી પરિભ્રમણ વધારવામાં જ દુરુપયોગ કરે છે; તો કોઈ ફરી મનુષ્યભવ મળવો મુશ્કેલ થઈ પડે તેમ વ્યર્થ ગુમાવી દે છે; પણ જેને પુરુષનો યોગ થયો છે, જેને સમ્યફબોધરૂપી રત્ન પ્રાપ્ત થયું છે, જેને વ્રતનિયમ આદિ અલભ્ય લાભ મળ્યો છે, તેણે તે પૂંજી સાચવી, તેની વૃદ્ધિ કરવી ઘટે છેજી. મરણ આવે તો ભલે, પણ વ્રતનો લક્ષ ન ચુકાય, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી. બી-૩, પૃ.૬૪, આંક પ૩)
દિવ્યધ્વનિ પ્રભુની ખરે, “અહો ભવ્ય જીવ સર્વ; શું કરવા આવ્યા તમે ? શાનો કરવો ગર્વ ? માનવભવ મોંધો મળ્યો, કરો કાંઈ વિચાર; સરવૈયું આ ભવતણું, કાઢો દિલ મોઝાર. ઉધાર બાજુ પાપની, વધતી વધતી જાય; સરભર ખાતું શું થશે? લેવો કોઈ ઉપાય. પરિભ્રમણ તો બહુ કર્યું, પામ્યો દુઃખ અનંત; આવો યોગ જતો વહી, આણો ભવનો અંત. દિલ દૂભવ્યાં બહુ જીવનાં, કરી અણઘટતાં કાજ; દયા વસાવો દિલમાં, બચાવવા જીવ-રાજ. પરિહરવા સૌ પાપને, ભગવતી દીક્ષા સાર; મોક્ષ માર્ગ આરાધવા, ધરો ભવ્ય ઉદાર.”
(બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૭) T મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, બહુ પુણ્ય કરીને પ્રાપ્ત થયો છે, તેની એક ક્ષણ પણ નકામી જતી રહે નહીં, તેની કાળજી વિચારવાન જીવે રાખવી ઘટે છેજી. ભલે ઘરેણાં-ગાંઠાં લૂંટાઈ જાય, ઘર બળી જાય કે બધી મિલકત જતી રહે, પણ આત્મહિતનું સાધન, જે મનુષ્યભવનો યોગ હશે, તો બધું ફરી પ્રાપ્ત કરી શકાશે, કે તેના વિના ચલાવી લેવાશે; પણ જો આ મનુષ્યભવ લૂંટાઈ ગયો તો તે પ્રાપ્ત થવો, અતિ-અતિ દુર્લભ છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. માટે જેટલી ક્ષણો જીવવાની-મળી છે, તેમાંથી બને તેટલી, સદ્ગુરુની આજ્ઞામાં ગાળવા ખરેખરો પુરુષાર્થ, પ્રમાદ તજીને કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧) મનુષ્યભવ દુર્લભ છે. પ્રમાદ મોટો શત્રુ છે. ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવમાં છે. જેમ વરસાદ વરસે ત્યારે ખેડૂત સો કામ પડી મૂકી, વાવવા જાય; તેમ આત્મહિતનું કામ, જે જ્ઞાનીની આજ્ઞાએ થઈ શકે તેવું છે, તેની કાળજી તેથી અનંતગણી રાખવી ઘટે છેજી. અનંતકાળ થયા નથી બન્યો