________________
TV
સંકલનની વિગત
આ મર્યાદિત સંકલન બોધામૃત ભાગ-૧ (ચોથી આવૃત્તિ) અને બોધામૃત ભાગ-૩ (ત્રીજી આવૃત્તિ)ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. વિભાગ : (૧) પરમકૃપાળુદેવ (૨) પ્રભુશ્રીજી (૩) બ્રહ્મચારીજી (૪) વ્યક્તિવિશેષ (૫) વચનામૃત વિવેચન (5) અન્ય વિવેચન (૭) ગ્રંથવિશેષ (૮) સંકલન
સંકલનના અંતમાં વિ પિવામાં આવી છે.
આ સંકલનમાં કૌંસમાં મૂકેલ આંક અગાસ પ્રકાશિત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના (વચનામૃતના) છે. “પત્રાંક' શબ્દ પણ વચનામૃતના આંક સૂચવે છે.
વચનામૃત (પાંચમી આવૃત્તિ), ઉપદેશામૃત (ચોથી આવૃત્તિ), નિત્યક્રમ (દસમી આવૃત્તિ), પ્રજ્ઞાવબોધ (ત્રીજી આવૃત્તિ), ગ્રંથયુગલ (ચોથી આવૃત્તિ), અને પ્રવેશિકા (ત્રીજી આવૃત્તિ) - આ પુસ્તકોમાંથી આવતા અવતરણો બને ત્યાં સુધી મૂળ પુસ્તક સાથે મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
આ સંકલન-ગૂંથણીમાં કંઈ અજાણતાં પણ દોષ થયા હોય તે ક્ષમ્ય ગણવા વિનંતી.
આ સંકલનનાં પ્રકાશનમાં તન-મન-ધનથી સહભાગી થનાર સર્વને તેમ જ સર્વ વાંચકોને આ સંકલન આત્મશ્રેયનું કારણ બનો, તેવી પ્રાર્થના.