________________
(૩૫) દેહની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી નહીં, પણ તેથી અનંતગણી કાળજી આત્માની રાખવાની પરમકૃપાળુદેવે કહેલ છે, તે લક્ષમાં હશે. હિંમત હારવી નહીં અને જે પરમપુરુષનાં વચનો યાદ આવે, તેના વિચારમાં ઊંડા ઊતરવા ભલામણ છે. જગતની વિસ્મૃતિ કરી, સત્પરુષના ચરણમાં રહેવાની ભાવના, એ સર્વોત્તમ સલાહ પરમકૃપાળુદેવની છે; તે પોષાતી રહે તેમ નિવૃત્તિનો કાળ ગાળતા રહેશોજી. (બી-૩, પૃ.૪૧૨, આંક ૪૧૯)
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથના જડિયાં.'' પૂ. ... ની માંદગી સંબંધી જાયું; સાથે ભક્તિ કરવાનું બને તેટલું રાખશો. મંત્રસ્મરણ કરવાનો વધારે અભ્યાસ પાડે એવી ભલામણ છે. શરીરના કારણે પહેલાંની પેઠે ભક્તિ ન થતી હોય, તે કારણે
ક્લેશિત થવું યોગ્ય નથી. બને તેટલું કરી છૂટવું અને ન થાય તો ભાવના કરવી કે હે ભગવંત, વ્યાધિ-પીડાને લઇને મારાથી કંઈ બનતું નથી; પણ અહોરાત્ર તમારા કહેલા રસ્તામાં હું રહું એવી મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ, એવી ભાવના રહ્યા કરે, એ પણ ભક્તિ છે. બને તેટલી જ્ઞાની પુરુષની કહેલી આજ્ઞા ઉઠાવવી, એટલે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રનું સ્મરણ વગેરેમાં વૃત્તિ રાખી, જેટલી આજ્ઞા ઉઠાવાય તેટલું આત્માનું હિત છે એમ ગણી સંતોષ રાખવો; અને આનંદ માનવો કે મનુષ્યભવ છે ત્યાં સુધી આ બને છે. દેહ છૂટી ગયો હોત તો આટલી પણ ભક્તિ ક્યાંથી થાત ? એમ વિચાર રાખવો, પણ ખેદ કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૬૫૫, આંક ૭૭૫) શરીર સંબંધી કે વેદના સંબંધી બહુ વિચાર ન કરતાં, જ્ઞાનીની આજ્ઞા વિચારી તેનું આરાધન બને તેટલું આ ભવમાં કરી લેવાનો ભાવ રાખવો. અહીં આવવા, ન આવવાનું પણ પ્રારબ્ધાધીન છે; ન આવવું એવું કાંઈ તમને કહ્યું નથી. યથાવકાશ આવી શકાય તો લાભનું કારણ છે, પણ મૂંઝાવાનું કંઈ કારણ નથી. પરમકૃપાળુદેવની ભક્તિ ગમે ત્યાં રહીને સાચા દિલથી કરીશું તો તે સદાય આપણી સમીપ જ છે એવું એમણે પોતે જણાવ્યું છેજી. માટે બનતી શરીર-સંભાળ રાખી, ભક્તિમાં ચિત્ત રાખવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને વિનંતી છે. બે ઘડી બધા ભેગા થઈ, ભક્તિ કરવાનું બને તો રાખવું ઘટે છેજ. ન બને તો એકલા પણ કર્તવ્ય
છે. (બી-૩, પૃ.૩૧૪, આંક ૩૨) D શરીર સુકાતું જાય, કે વેદના વધતી જાય તે તરફ બહુ લક્ષ દેવા જેવું નથીજી. દેહના દંડ દેહ
ભોગવ્યા વિના છૂટકો નથી પણ ભાવ સદ્ગુરુની આજ્ઞામાં, સ્મરણમાં રાખવાથી આત્માને હિત થાય છેજી. જ્ઞાનીએ જામ્યો છે તેવો આત્મા હું છું; દેહાદિ હું નથી. બીજામાં વૃત્તિ જાય તે પાછી વાળી આત્મભાવનો અભ્યાસ પાડવો ઘટે છેજી. જે આપણું છે નહિ, અને આપણું-આપણું કર્યું આપણું થવાનું નથી, આખરે જેને છોડીને જવાનું છે, તેમાં ને તેમાં વૃત્તિ રાખવાથી જન્મમરણ વધે છે; અને જ્ઞાનીએ જાણ્યો છે તેવો શુદ્ધ આત્મા મારો છે, એવી ભાવના કરવાથી, ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ”