________________
(૪૦૫) વ્રતનિયમ
જે કંઈ વ્રતનિયમ પાળીએ છીએ, તે આત્માર્થે કરીએ છીએ, એ ભાવ ભુલાવો ન જોઇએ. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૧).
જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તે સુખી થાય;
મોક્ષમાર્ગમાં તે ટકે, એ જ અચૂક ઉપાય. ભાવ પોષવા, કૃઢ કરવા અને પાત્રતા પામવા માટે વ્રતનિયમ આત્માર્થે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૬૪, આંક ૧૬૭) T સાત વ્યસનનો વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખૂંચશે; તેનો ત્યાગ
કરવા તત્પર થશે તથા નવા વ્યસનનો તો પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાનીપુરુષનાં વચનોનો વિચાર કરી, આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત રહેવાની જરૂર છેજી. એવી અંતરદયા જાગવા, આવા ત્યાગ કરવાના છેજી. (બી-૩, પૃ.૬૧૩, આંક ૭૧૦) વ્રતનિયમ બધું કરવાનું છે, પણ નિશ્રય ચૂક્યો તો કંઈ ન થાય, સંસારનો સંસાર રહે. પહેલું પાપથી છૂટવું અને શુભમાર્ગમાં રહેવું. પાપના વિકલ્પો છૂટી જાય, તે માટે વ્રતનિયમ કરવાનાં કહ્યાં છે, પણ પાછું એમાં જ રહેવાનું નથી. જ્ઞાનમાં વૃત્તિ રાખવાની છે; અને જ્યારે સંપૂર્ણ દશા થાય
ત્યારે પોતે જ પરમાત્મા થાય છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૭) T પાપના વિકલ્પો રોકવા વ્રત કરવાનાં છે. સમભાવ રહે તો સુવ્રત છે. વ્રતાદિ કરવાં તે આત્માને અર્થે
કરવાં, લોકોને દેખાડવા ન કરવા. ઉપવાસ કરે તો મારે આત્માને અર્થે કરવો છે, એવો લક્ષ જીવને રહેતો નથી. બીજા દિવસો કરતાં ઉપવાસને દિવસે જુદું પડવું જોઈએ. તે પ્રમાણે જીવ જુદો પડતો નથી. એક ન ખાય એટલું જ. એ જાણે કે હું ધર્મ કરું છું, વ્રત કરું છું અને ચિત્તવૃત્તિ તો ક્યાંય હોય છે. પોતાની વૃત્તિઓ જીવને છેતરે છે. એક વસ્તુ છોડે તો બીજી વસ્તુ વધારે ખાય. સદ્ઘતો જીવ કરતો હોય તો તેની અસર બીજા ઉપર પણ પડે છે. સારી વસ્તુનો બધાય આદર કરે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વ્રત કરવાં, તે બધાં હેય છે, છોડવા યોગ્ય છે. (બો-૧, પૃ.૨૪૫, આંક ૧૩૭)
શલ્ય, ઝેર કે સર્પ સમ, દુઃખ ઘણું દે કામ; કામ - કામના રાખતા, દુર્ગતિ વરે અકામ. બળી મરવું તે સારું, સારું પવિત્ર મોત;
વ્રત ખંડી શું જીવવું? ડગલે પગલે મોત. પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ચેતાવતા કે આ જગત ઠગારું પાટણ છે. તેમાં અહીં ન ઠગાયો તો થોડે આધે જઈને પણ ઠગાઈ જવાય તેવું છે. માટે તેથી બીતા રહેવું, ચેતતા રહેવું. ગાંડા થઇને ફરવું પણ જગતની મોહિનીમાં લંપટ ન બનવું.