________________
(૭૬)
‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુકર બસે;
વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.'' પ્રજ્ઞાવબોધમાંથી પુષ્પ-૯૩ “રસાસ્વાદ સમજાય તેટલું વિચારી, સવળો અર્થ લેવા ભલામણ છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખવાનું અંતે ફરી સૂચવી તથા બને તો “જીવનકળા' વાંચી
હોય તો પણ ફરી વાંચવા જણાવી, પત્ર પૂરો કરું છુંજી. (બો-૩, પૃ. ૨૬૭, આંક ૨૬૧) પરમકૃપાળુદેવ/સપુરુષના થયેલા યોગ વિષે [ આ કળિકાળમાં આપણા જેવા હનપુણ્ય અને હીનવીર્ય જીવોને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ જતાં,
પરમકૃપાળુદેવના પ્રતાપે પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને સત્સાધનની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યની વાત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને બળતા સર્પ-યુગલને બચાવીને સદ્ગતિ બક્ષી, તેવો યોગ આપણને પણ બની આવ્યો છે. ત્રિવિધ તાપમાંથી ઊગરવાનો કોઇ આરો, સપુરુષનો યોગ થયો ન હોત તો, નહોતો. અનંતકાળથી આ જીવ રઝળતો આવ્યો છે, જન્મજરામરણનાં દુઃખ વેઠતો આવ્યો છે, તેમ આ મનુષ્યભવ પણ થોથાં ખાંડવામાં ગાળી અધોગતિની કમાણી આ જીવ કરત, પણ પરમકૃપાળુદેવની કોઈ કૃપાએ આ જીવ હજી જાગે તો એવો ઉત્તમ જોગ બન્યો છે કે આ મનુષ્યભવની સફળતા, તે સાધી શકે તેમ છે. તે સત્પરુષે અનંત દયા કરીને જે આપણને પરમકૃપાળુદેવના પ્રેમ પ્રત્યે વાળ્યા છે, તેનો ઉપકાર કોઈ રીતે વળી શકે એમ નથી. માત્ર તેની આજ્ઞાનું અલ્પ પણ આરાધના થશે, સંપૂર્ણ રીતે આજ્ઞા પાળવાની ભાવના પણ જાગ્રત રહેશે તો તે સત્પરુષે આપણા માટે લીધેલી મહેનત કંઈક અંશે બર આવશે, સફળ થશે. (બી-૩, પૃ.૧૬૮, આંક ૧૭૨) T ક્ષણ લાખેણી જાય છે. આવો જોગ ફરી મળવો મુશ્કેલ છે. સપુરુષના યોગે જેટલું બનશે તેટલું, પછી
જીવ ગમે તેટલું પોતાની મેળે કરવા મથશે, તોપણ થવું મુશ્કેલ છે. કરોડો રૂપિયા મળતા હોય તોપણ તેની કિંમત સત્સંગ આગળ તુચ્છ છે. સત્સંગનું, સપુરુષના યોગનું માહામ્ય બહુ-બહુ વિચારી જીવમાં કૃઢ કરવા યોગ્ય છે. કહ્યું છે કે :
_"क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका ।' એક લવ સત્સંગ પણ કોટિ કર્મોનો નાશ કરવા સમર્થ છે. મરણ વખતે જીવ અશરણ છે; તે વખતે કરોડો રૂપિયા એકઠા કરેલા, પડયા રહેવાના છે. સગાં-કુટુંબી કોઈ કામ આવતું નથી; એક સપુરુષનું વચન, તેની પ્રતીતિ કે શરણભાવ જે કામ આવે છે, શાંતિ આપે છે તેવું બીજું કંઈ કામ આવતું નથી. મરણ અવસર મહોત્સવ જેવો લાગે એ કેવી કમાણી છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. એવા સંસ્કાર વૃઢ થવા માટે નિરંતર સત્સમાગમ અને બોધની જરૂર છે. (બી-૩, પૃ.૭૮, આંક ૬૭) | સાચા પુરુષનો અલ્પ પણ યોગ થયો છે, તેને છૂટવાની કામના થોડીઘણી જાગે છે; તે મહાપુરુષનો જ
પ્રતાપ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમારી પાસે આવે તેનામાં અમે કંઈક ઘાલી દઈએ છીએ, પણ તેને એ ખબર તે વખતે ન પડે. કાળે કરીને સત્સંગરૂપી જળથી પોષાતાં તે વૃક્ષરૂપ થાય છે અને