________________
૨૭૯
પછી કોઇની પાસેથી જાણવાનું બંધ થઇ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું, એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે.
તીર્થંકર વિચરતા હતા ત્યારે ગણધર જેવા પણ ‘ભગવાન જાણે’ એમ રાખતા. (આનંદશ્રાવક અને ગૌતમસ્વામીનું દૃષ્ટાંત : ઉપદેશછાયા પૃ.૬૯૨) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપ્યો નહીં. જઇને મહાવીરસ્વામીને પૂછ્યું; પણ તેથી કંઇ જ્ઞાન જતું રહ્યું ? ન માનવામાં કંઇ ખોટ નથી.
‘હું જાણું છું.’ એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તો જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી, તે આપણે કામની છે.
જીવના જ્ઞાન સાથે ઝેર છે, તેથી આત્મા મરી રહ્યો છે. જ્ઞાનીની સમજણથી તરે. પોતાની સમજણથી ડૂબે, બૂડે. જ્ઞાનીએ શું કહ્યું, તે વિચારવું. તારી સમજણ ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી, એમ પ્રભુશ્રીજી કહેતા. તારી સમજણ ઢેડડી જેવી છે. તારી સમજણથી અનાદિનો રખડયો.
ડાહ્યા ન થવું. જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળ્યો તો તેની પાછળ પડવું, ગાંડા થઇ જવું. લોકો કાગડાને પાંજરામાં નથી પૂરતા; પોપટને પાંજરામાં કેમ પૂરે છે ? ડાહ્યો થવા જાય છે તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું. જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આધારે-આધારે કામ કર્યા કરવું. આટલો ભવ તેમ કરવું. (બો-૧, પૃ.૨૩૧)
સમ્યવૃષ્ટિ
પ્રશ્ન : સમ્યદૃષ્ટિ કોને કહેવાય ?
પૂજ્યશ્રી : જેને શુદ્ધ આત્માનો અનુભવ થયો છે અને તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે; જેને જે કર્મ આવે તે સમભાવે વેદવાં છે તેને.
તેને મોક્ષ સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નથી. તેને છૂટવાની ઇચ્છા છે, પણ કર્મ ઉદયમાં આવે તે સમભાવે વેદે છે. કષાય કરવાની ઇચ્છા નથી, છતાં પૂર્વકર્મથી થઇ જાય તોપણ તેને ખોટા જાણે છે, તેથી તે જાય છે.
સમ્યદૃષ્ટિ સંસારમાં, છૂટવાની ઇચ્છાથી રહે છે. પૂર્વે જે શુભાશુભ કર્મ બાંધ્યાં છે, તે ભોગવ્યા વિના છૂટકો નથી, તેથી સમભાવે તેઓ કર્મને વેદે છે.
પ્રશ્ન : એ વેદવાં જ પડશે, એમ તેઓને શાથી ખબર પડે ?
પૂજ્યશ્રી : તેઓ છૂટવાનું કામ કરવા જાય, પણ ન થાય. તેથી જાણે કે એ ભોગવવું પડશે. બનતા સુધી કષાયોને શમાવે, તેમ છતાં થઇ જાય તો તેને ખોટા જાણે. તેમને કષાયથી નિવૃત્ત થવાની ઇચ્છા છે. (બો-૧, પૃ.૪૬)
Ū સદ્ગુરુના બોધને વિચારતાં, સદ્ગુરુએ દેહથી ભિન્ન આત્મસ્વરૂપ કહ્યું છે તે માનતાં, અને જ્ઞાનવૈરાગ્યવંત દશા પામતાં, ચોથું ગુણસ્થાનક સંભવે છેજી.