________________
ઉ૪૭) સાંભરે તો ખરું. માટે ચીલો બદલવાની જરૂર છે. એક પાટેથી બીજે પાટે ગાડી બદલીએ તો મુંબઈ ન જતાં, અમદાવાદ તરફ જવા લાગીએ. તેમ જ, રુચિ પલટે તો પછી સંસારથી ફરીને મોક્ષ તરફ વલણ થાય છે. જીવનમાં બધો વખત સરખો જતો નથી. કોઇ વખતે નીરોગી હોય તો કોઇ વખતે રોગી થાય છે. કોઈ વખત ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો કોઈ વખત અનિષ્ટ મળી આવે. માટે પહેલેથી એવી ટેવ પાડી લેવી ગમે તે આવો, પણ બધાં કર્મ છે; મારે તો આત્મા તરફ દ્રષ્ટિ રાખવી છે. એ તો બધું જવા આવે છે, તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું કર્તવ્ય નથી. (બો-૧, પૃ.૩૭, આંક ૧૦) D “કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.' (૪૬) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે.
તે ઘણા આશ્વાસનનું કારણ, વિચારતાં થઈ પડે તેમ છેજી. સર્વ જીવ સુખને ઇચ્છે છે અને ક્લેશ તો સુખનો નાશ કરનાર છે; દુઃખનું બીજ છે. તેમાંથી બીજું કંઈ ફળ મળતું નથી. સપુરુષનો આશ્રય જે નરનારીએ ગ્રહણ કર્યો છે, તેણે મોક્ષનો લક્ષ રાખ્યો હોવો જોઇએ. તે મોક્ષનાં કારણો પ્રત્યે કાળજી રાખે અને કર્મબંધનાં કારણો દૂર કરવા પુરુષાર્થ કરે; પૂર્વે બાંધેલાં કર્મો તો મે'માન સમાન છે; નોતર્યા હતાં તે આવ્યાં છે. તે જમીને (સુખદુ:ખ દેખાડીને, તેનો ભાગ ભજવીને, આપણને આપણા ધર્મકાર્યમાં ખોટી કરાવી) જતાં રહેશે. સમતાપૂર્વક, ધીરજથી, સદ્ગુરુના શરણા સહિત, મંત્રમાં ચિત્ત રાખીને વેદી લેવાય તો એવાં બીજાં નહીં બંધાય; પણ જો ક્લેશ થાય કે સુખમાં મીઠાશ મનાય તો પાછાં બીજાં બંધાશે, તે ઉદયમાં આવશે ત્યારે વળી વધારે આકરાં લાગશે. માટે ટૂંકામાં જ, અત્યારે માંડવાળ કરી, હાથ જોડી, તેને રજા આપવી. જવા જ આવે છે પણ, નોતરું દઈએ એટલે તેમાં હર્ષ-શોક કરીએ તો, ફરી તેવાં આવે. (બો-૩, પૃ. ૨૪૩, આંક ૨૩૭) | કર્મના ઉદયને રોકવા કોઈ સમર્થ નથી, માત્ર તે વખતે સમભાવ રહે તો તે કર્મથી સદાને માટે
છૂટી શકાય એટલો અવકાશ છે, લાગ છે; માટે તેવા સમભાવમાં રહેવાની ટેવ પાડવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી; અને એ સમજણ સપુરુષના બોધને આધારે થયા વિના, સમતા રાખવી હોય તોપણ રહે તેમ નથી. તેથી સપુરુષનાં વચનનું બહુમાનપણું રાખી, હૈયાનાં હાર કરતાં વધારે કીમતી જાણી સપુરુષનાં વચન, તેની આજ્ઞાની ઉપાસના કરીશું તો તેની સમજણે આપણી સમજણ ઘડાશે અને તેનું માનેલું બધું મનાશે, તો રાગ-દ્વેષ, શોક, ઉદ્વેગનું જોર નહીં ચાલે અને કરવું છે, તે સહેલાઈથી થશે. માટે પ્રથમ જ્ઞાનીએ સંમત કરેલું આપણું હૃય સંમત કરે, ખરેખરા અંતરના ભાવથી નિષ્કપટપણે સ્વીકારે, તેવી વિચારણા વારંવાર કરતા રહેવા ભલામણ છેજી. તરવાનું સાધન તે જ છે. (બો-૩, પૃ.૨૭૨, આંક ૨૬૫) D આપનો પત્ર વાંચી બહુ સંતોષ થયો છેજી. મહાપુરુષોએ કહેલો એક પણ ઉત્તમ બોલ, આ કાળમાં જીવ વિપરીત સંયોગોમાં પણ આરાધે તો કેવું ઉત્તમ ફળ પોતાને મળે છે અને ચંદનની સુગંધી આખા વનમાં પ્રસરી જાય તેમ સર્વ સગાંસંબંધી કે દુશ્મનને પણ હિતકારી બને છે, તેનું દ્રષ્ટાંત તમે બનેલ છોજી. માહાભ્ય તો એ જ્ઞાની પુરુષોનું છેજી.