________________
(૩૨૦)
એક મકાનમાં ઊભા હોઈએ અને બારીમાંથી બહારનું અવલોકન કર્યા કરીએ અને રૂમમાં અંદર શું છે. તે ન જોઇએ; તેમ ઇન્દ્રિયો વડે બહારના પ્રવર્તનમાં સમય પસાર થઇ જાય છે. અંતરનો વિચાર કરવાને અવકાશ જ નથી મળતો. જો મંદ વિષયો હોય તો અવકાશ મળે.
(બો-૧, પૃ.૩, આંક ૧). D પાંચ ઇન્દ્રિયોના વિષયને આધીન થવું નહીં. જે ઇન્દ્રિયો વડે પુદ્ગલ દેખાય છે, તેને માને છે; પણ જે
અંદર, જોનાર બેઠો છે, તેને વિસારી દીધો છે. વર વગરની જાન જેવું કર્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયનું સુખ તો ઈન્દ્ર પણ ભોગવે છે અને એક ભૂંડ પણ તેવું જ માનીને વિષયોમાં
આસક્ત રહે છે. એ રીતે તો બંને સરખા જ છે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૧) • D ખાસ કરીને સ્વાદનો જય કરવા જે પુરુષાર્થ કરે છે, તેને બધી ઇન્દ્રિયો વશ થવી સુલભ છે, અને સદ્ગુરુકૃપાથી તેનાં વચનો-બોધ પ્રત્યે બહુમાન રાખી, અમલમાં મૂકતા જવાથી, મન પણ વશ થવાનો સંભવ છે.
કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુઃખ છે, જો મન વશ ના થાય.
(બો-૩, પૃ.૫૮૦, આંક ૬૫૪) || ઇન્દ્રિયોના વિષયમાં મીઠાશ છે, ત્યાં સુધી મન બધા વિચારો કરીને પાછું ઇન્દ્રિય-સુખોને જ ઈષ્ટ ગણી,
તેની અનાદિની ઊંધી દોડમાં ઘાંચીના બેલની પેઠે ફેરવ્યા જ કરે છે. મોક્ષમાળામાંથી પાઠ ૬૮ જિતેન્દ્રિયતા' વારંવાર વાંચી, મુખપાઠ કરી, તેના રહસ્યને &યમાં સ્થિર કરવા ભલામણ છેજી. સુખ વિષે વિચાર'ના છ ભાગ, “અમૂલ્ય તત્ત્વવિચાર', “જિતેન્દ્રિયતા” અને “બ્રહ્મચર્યની નવ વાડ” આ પાઠોને એક-એકના આધારરૂપ અનુપમ સંકલનામાં ગૂંથેલા છે. તે બધા કાળજીપૂર્વક વાંચી, દયમાં, તેમાં જણાવેલા ઉત્તમ સારને સ્થાન આપશો, તો જે શાંતિ તમે ગુમાવી ગણો છો, તે ફરી નવપલ્લવિત થતી જણાશે. (બી-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭). ઇન્દ્રિયોના વિષયમાં જીવને ઇષ્ટ-અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઇન્દ્રિયોને રોકવા માટે મનને મંત્રમાં જોડે તો આડાઅવળી જોવા-કરવામાં ન જાય. મન રોકાય તો ઇન્દ્રિયો જિતાય. ઇન્દ્રિયો તો એક-એક એવી છે કે નરકે લઈ જાય. કાચબો પોતાના અંગોપાંગને ઢાલમાં સંકોચી રાખે છે, તેથી એને કંઈ બાધા ન થાય; તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિયોને વિષયથી સંકોચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તો મોક્ષ કેમ ન થાય? આત્મામાં.વૃત્તિ રહે તો બે ઘડીમાં કેવળજ્ઞાન થઈ જાય. પાંચ ઇન્દ્રિયો પાંચ તરવારો છે. માથું કાપી નાખે એવી છે. ઇન્દ્રિયોથી આનંદ મેળવવા જાય, પણ એ તો ક્ષણિક છે. ઇન્દ્રિયોના વિષય નાશવંત અને કર્મ બંધાવનારાં છે.
જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિયોનાં સુખ જીવને ઝેર જેવાં લાગે. જડ એ પરવસ્તુ છે. તેના રૂપ-રસ-ગંધ-વર્ણ-સ્પર્શને ગ્રહણ કરનાર એવી ઇન્દ્રિયો, તે ચોર છે. તેને મન-વચન-કાયા દ્વારા મુનિ રોકે છે, એટલે મનને પાંચ ઇન્દ્રિયોમાં જવા ન દે, ઇન્દ્રિયો પોષાય તેવાં