________________
૪૮૭)
બનવું, ન બનવું તે પ્રારબ્ધાધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પોષતા રહેવું, એ પોતાના હાથની વાત છેજી. (બો-૩, પૃ. ૧૭૭, આંક ૧૮૧) “ગUTI, ઘી, ગMIT તવો એ આજ્ઞારૂપ ધર્મ જેટલો બજાવાય તેટલો, આ ભવમાં લહાવો લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૮, આંક ૩૨). મનુષ્યભવમાં લહાવો લેવાના પ્રસંગો કોઈ-કોઈ વખત આવે છે, તે વખતે જેમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય, તે તેવા વખતનો લાભ પામી શકે છે. તેવો જોગ ન બની આવે તેવા કર્મ ઉદયમાં હોય તોપણ તેવી ભાવના ભાવવાથી અને તે પ્રસંગ નિમિત્તે પોતાથી બનતો ભક્તિભાવ ધન આદિ સત્કાર્ય, સદાચરણમાં પ્રવર્તવાથી ભવિષ્યમાં તેવા પ્રસંગો કોઈ બનનાર હોય તે વખતે, અત્યારે બાંધેલું પુણ્ય ઉદય થતાં તેવી જોગવાઈ બની આવે. આત્મામાં સત્સંગયોગે ઉલ્લાસ પરિણામ થતાં નિર્મળભાવ
જાગ્રત થવાનો જોગ સંભવે. (બો-૩, પૃ.૧૨૮, આંક ૧૨૮) | મંદિર તો જ્યાં થવાનું હતું ત્યાં જ થશે, પણ તે સંબંધી જે તકરાર, કષાયનું કારણ હતું, તે નીકળી ગયું, તે ઘણું ઉત્તમ થયું છેજી. ત્યાંના બાઈ-ભાઈઓને ધીરજથી વાત કરી સમજાવશોજી અને હવે તેમનો પક્ષ કે આપણો પક્ષ એવા ભેદ રહ્યા નથી, પણ ખુલ્લા દિલે બધા એક થઈ ગયા, તે બળ ટકાવી રાખી, પોતાની તન-મન-ધનથી યથાશક્તિ સહાય કરી, મનુષ્યભવનો લહાવો લેવાનો જોગ આવ્યો છે, તેમાં પાછી પાની કરવા જોગ નથીજી. ફરી-ફરી આવાં ધામ બંધાતાં નથી અને આપણાં આયુષ્યનો ભરોસો નથી તો જે “લીધો તે લહાવ' ગણી, જિંદગીમાં ફરી-ફરી આવો પ્રસંગ બનવો મુશ્કેલ જાણી, એવો જોગ ઘર-આંગણે બની આવવાનો છે, તો ઘેર બેઠા ગંગા ગણી, જેટલી શરીરથી, વચનથી, લાગવગથી કે ધનથી, પોતાની બને તેટલી મદદ આપી-અપાવી પોતે ભાગ્યશાળી થવું અને બીજાને સમકિતના કારણરૂપ એવા પવિત્ર ધામમાં મદદ કરવાના ઉત્તમ કામમાં ભાગિયા બનાવવા, બનતું કરી છૂટવું. તમારી કલ્પનામાં હશે તે કરતાં કામ મોટું આરંભવાનું છે અને આપણે (તે વખતમાં) આવા સુયોગમાં જ સાધનસંપન્ન અવસ્થામાં છીએ તો પરભવના ભાથારૂપ પ્રથમ મદદ કરી હોય તે ભૂલી જઇ, જાણે આજે નવા ઉત્સાહથી નવું કામ હાથ ધર્યું છે અને આપણા ઘરના કામ કરતાં તે ઘણું પવિત્ર છે, માટે ઘરના કામ કરતાં તેની વધારે કાળજી રાખવા, આપ સર્વે સમજુ ભાઇબહેનોને વિનંતી છેજી.
(બો-૩, પૃ.૧૬૭, આંક ૧૭૦) | સ્વપ્ન જેવા આ સંસારમાં કંઈ સાથે આવનાર નથી. મનુષ્યભવને પૈસા અર્થે વ્યર્થ ગાળી દેવા યોગ્ય
નથી. બચે તેટલો વખત બચાવી, અપ્રમાદપણે જ્ઞાનીની કોઈ પણ અલ્પ આજ્ઞા પણ ઉઠાવાશે, તેનું મહદ્ ફળ પ્રાપ્ત થશે, તે કહી શકાય તેવું નથી; તો આ જગતની જૂઠી રોશનીમાં અંજાઈ ન જતાં, દરરોજ મરણનો વિચાર કરી, જ્યાં સુધી તે પળ આવી પહોંચી નથી, ત્યાં સુધી સ્મરણ-ભક્તિનો લહાવો લઈ લેવા યોગ્ય છે. આવી સામગ્રી ફરી-ફરી મળવાની નથી, માટે પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ લૂંટટ્યૂટ લાભ લઈ લેવો. આત્મહિતમાં જાગ્રત-જાગ્રત રહેવું ઘટે છે. (બી-૩, પૃ.૬૫૭, આંક ૭૮૦)