________________
૯૩૮) બીજા પદાર્થો ન જાણે તો કંઈ નહીં પણ આ પ્રયોજનભૂત તત્ત્વો જાણવાં જોઇએ. જીવ-અજીવમાં છે બધા તત્ત્વનો સમાવેશ થઈ જાય છે, તેથી જીવ અને અજીવ, એ બેની શ્રદ્ધા કરવાની છે. જો શ્રદ્ધા હોય તો દુઃખ ન થાય. હું સ્ત્રી, હું પુરુષ, હું નાનો, હું મોટો – એ બધું રાગ-દ્વેષ થવાનું કારણ છે. હું ચૈતન્ય છું, દેહથી ભિન્ન છે, એમ જાણવું પ્રયોજનભૂત છે. (બો-૧, પૃ.૧૩૮, આંક ૧૩) “રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે.'' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) 1 જ્ઞાનીને જે ગમે, તે જે આપણને ગમે તો સમકિત છે. જ્ઞાનીને આત્મા ગમે છે; જો આપણને આત્મા
ગમે તો સમકિત છે. આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી કે કોઈના હાથમાં આવે તેવો નથી. ઉપયોગ ઉપયોગમાં જોડાય ત્યારે આત્મા હાથમાં આવે. આત્મા ઉપયોગથી ઓળખાય છે. ઉપયોગ વિના પકડાય તેવો નથી.
મહાપુરુષોએ બધેથી ઉપયોગ રોકી, એક આત્મામાં ઉપયોગ જોડયો છે. (બો-૧, પૃ.૬૩, આંક ૪૧) IT જેટલા ભવ કરે, તેમાં ‘દેહ તે હું.” એવા સંસ્કાર રહે છે, તે અનાદિ મિથ્યાત્વ છે. “હું દેહથી ભિન્ન છું.”
એમ થવું તે જ સમકિત છે. “હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી.'' (૬૯૨) એમ થાય, ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ. ૨૮૩, આંક ૨૫) [ આ બધું દેખાય છે, તે હું છું - એ વિકલ્પ છે. દેહાદિને “હું માને, તે વિકલ્પ છે. આ “મારું' છે – એ સંકલ્પ છે. વિકલ્પ એ ભૂલ છે. તેને લીધે જ સંકલ્પ થાય છે. હું અને મારું જાય ત્યારે સમ્યફદર્શન
થાય. (બી-૧, પૃ.૩૪૭, આંક ૩૪). | સમ્યકત્વ અનુભવ : આત્માનાં શુભ પરિણામ ઘણી જ ઉચ્ચદશાને પામે છે અને તેમાં જ વૃત્તિ
એકાકાર થઈ જાય છે. ત્યાર બાદ જગતની વિસ્મૃતિ થયે આત્માનો અનુભવ થાય છે. આત્માનાં શુદ્ધપરિણામનું વર્ણન તો કોઈ શાસ્ત્રમાં નથી કારણ કે તે પોતાના અનુભવની વસ્તુ છે, અને જીવ તે સ્થિતિએ પહોંચે છે ત્યારે જ પોતાને અનુભવ થાય છે. તેના આનંદનું કંઈ વર્ણન થઈ શકે તેમ નથી. પ્રથમ એક સમયમાત્ર તેનો અનુભવ થાય અને માલૂમ પડે, પછી તે અનુભવ વર્ધમાનતાને પામે તેની પૂર્ણ ખાતરી થઈ જાય છે. શ્રી બનારસીદાસે પણ “નાટક સમયસાર'માં કહ્યું છે :
“વસ્તુ વિચારત ધ્યાવતું, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.''
(બો-૧, પૃ.૧૪) - સમ્યકત્વ થાય એટલી શક્તિ બધાને છે; પણ મિથ્યાત્વને લઈને તત્ત્વવિચાર ભણી વૃત્તિ જતી નથી. જેને જાગૃતિ છે, એવા પુરુષથી જાગૃતિ આવે છે. પોતે સ્વચ્છેદે કરે, તેથી જાગૃતિ ન થાય.
‘પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જિનેશ્વર.'' દર ગરજ હોય તો થાય. (બો-૧, પૃ.૧૪૫, આંક ૧૯)