________________
(૫૫૭) દુ:ખ દા૨ કે તરત જ મનને દુઃખમાં જતું રોકી મંત્રમાં લાવવું, અને પરમકૃપાળુદેવે મારા જેવા રાંકને માટે આ ત્રિરૂપી હોડી મને આપી છે તે છોડીને હે મન ! આ દુઃખના દરિયારૂપ દેહમાં કેમ કૂદી પડે છે? તેમાં તારું શું કલ્યાણ થવાનું છે ? એમ મનને સમજાવી જીભે ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ''નું રટણ કર્યા કરવું અને મનને બળ કરીને પણ તે મંત્ર તરફ વાળવું. (બી-૩, પૃ.૭૬૧, આંક ૯૬૨). 0 મંત્રમાં ચિત્ત રાખી, પરમકૃપાળુદેવને શરણે દેહ છૂટે, તેને સમાધિમરણ થાય એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે. એક વખત સમાધિમરણ થાય તો કોઈ ભવમાં, મોક્ષ થતાં સુધી અસમાધિમરણ થાય નહીં, થોડા ભવમાં મોક્ષ થાય. માટે જ્ઞાનીને આશ્રયે આ દેહ તો છોડવો છે, એવી ભાવના વારંવાર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬૬) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૨૭૦, આંક ૨૬૩). ધનમાલની કેવી અત્યારે અસ્થિરતા થઇ પડી છે તે લખવાની જરૂર નથી પણ આ સપુરુષનાં વચન જો સ્મૃતિમાં રાખ્યાં હશે, વિચાર્યા હશે તથા તે પ્રમાણે વર્તવાની ભાવના કરી હશે તો તે આત્મિકધન એવું પ્રગટ કરશે કે તે પરભવમાં પણ ઉપયોગી નીવડશે. કોઈ તેને ચોરી શકે નહીં, તેનો નાશ થાય નહીં અને સદા સુખનું કારણ થાય તેવું ધર્મધન છે. તેની વિશેષ-વિશેષ કમાણી કરવાની ભાવના મુમુક્ષજીવ રાખે છે. (બી-૩, પૃ.૩૩૪, આંક ૩૩૨) | જીવને નિવૃત્તિની જરૂર છે. હાલ વિશેષ નિવૃત્તિ ન મળે તો ભાવના તો જ, ર રાખવી અને
અંતર્વિચારની વૃદ્ધિ થાય તેમ અલ્પ અંશે પણ કરવું ઘટે છેજી, આત્માર્થને પોષે તવો વખત આખા દિવસમાં અમુક રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૩૮, આંક ૯૦૫) D પોતાની અનુકૂળતા, શક્તિ વિચારી દોષોથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં, તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દોષોથી દૂર થવું છે, એવી ભાવના કર્તવ્ય છેજી.
(બો-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) | દુષમકાળમાં ધર્મકાર્ય વિઘ્નો વિના સિદ્ધ થાય તેવો સંભવ નથી. વિકટ પુરુષાર્થ વિના વિકટ વિઘ્નો
ઓળંગી શકાય નહીં. મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે એવા યોગ છે. ભાવથી વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છે.જી.
શી ભાવના વસ્ય સિદ્ધિર્મત તાદ્રશી' જેવી જેની ભાવના છે તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તો સગુરુશરણે ઉત્તમોત્તમ ભાવના કેમ ન રાખવી? “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આવું મંત્રસ્વરૂપ વાક્ય પરમકૃપાળુદેવે પ.પૂ. પ્રભુશ્રીને સ્વહસ્તે લખી આપેલું. તેના આરાધનથી તેમણે સમ્યફદશા આદિની વૃદ્ધિ કરી કલ્યાણ સાધ્યું
છે). (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮) D મૂંઝાવા યોગ્ય નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશેજી.
યાદૃર્શ ભાવના વચ્ચે સિદ્ધિર્મવતિ તાદ્રશી' જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી. (બી-૩, પૃ.૨૭૯, આંક ૨૭૨)