________________
(પ૭૯) વિષયોની તુચ્છતાના વિચારમાં મનને આણવા પ્રયત્નશીલ રહેવા કહ્યું છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહે, ત્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા પ્રગટતી નથી આદિ પરમકૃપાળુદેવની શિખામણો,
વચનને દયે લખો'' કહ્યું છે તેમ, અંતઃકરણમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૨૦, આંક ૭૨૦) D મુમુક્ષુજીને પોતાના દોષો જોઈ દોષો ટાળવા જોઇએ અને તો જ મુમુક્ષુતા ટકે. નહીં તો પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ ““મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. (૨પ૪) એ ત્રણે કારણો ટાળવાનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે, એમ પરમકૃપાળુદેવે બતાવ્યું છે. “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.'' (૨૫૪) “મહાત્મા ઉપર જીવને મોહ જ ન આવ્યો.'' (૧૮૭) “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.' (૨૫૪) “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસં” વગેરે દ્વારા તેઓશ્રીએ સંસાર ઉપરનો પ્રેમ પલટાવી, આત્મારૂપ સપુરુષ પર પ્રેમ કરવાનો ભક્તિમાર્ગ પ્રકાર્યો છે, તે જ આપણે અવલંબનરૂપ છે. (બી-૩, પૃ.૮૩, આંક ૭૫) પોતાના દોષો જોવાનું કામ ઘણું મોટું છે. તે અપક્ષપાતપણે જોવાશે તો મુમુક્ષતા વધશે, દોષો ટાળવાની તત્પરતા વધશે અને જીવ બળવાન થઈ દોષો ટાળશે. (બી-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) | છૂટવાની કામનાવાળા કે સત્સંગની વિશેષ ભાવનાવાળા હોય, તેમને મળી, દિવસમાં અમુક વખત કે
બે-ચાર દિવસે પણ એકત્ર થવાનું ધારો તો બની શકે તેમ છેજી. પરસ્પરના સહવાસથી મુમુક્ષતા હોય તે વર્ધમાન થાય, સપુરુષના ગુણગ્રામથી પરમ પુરુષ પ્રત્યે પ્રેમભાવ વધે આદિ અનેક કારણો જીવને નિર્મળ વિચારોની પ્રેરણા થવાનું બને. કંઇ ન બને તો સ્મરણ
અને નિત્યનિયમ અપ્રમત્તપણે આરાધવા યોગ્ય છેજ. (બી-૩, પૃ.૬૫૬, આંક ૭૭૯) | આપે પોપટની વાર્તા વિષે પુછાવ્યું છે, તે પુરુષ પાસેથી સાંભળેલી આપને વિચાર અર્થે
કહેવરાવી હતી. (ગ્રંથયુગલમાં સમાધિશતકની સત્તરમી ગાથાના વિવેચનમાંથી : એક મહાત્માએ, વચનથી પોપટ પાંજરે પુરાય છે, અને સક્ષિા પ્રાપ્ત થયે મુક્ત થાય છે, તે જણાવવા કથા કહી છે : એક જ્ઞાની પુરુષના યોગે, સર્વસંગપરિત્યાગ કરી બાળશિષ્ય તેમની સેવામાં રહેતો હતો. વિહાર કરતાં એક ગામડામાં બંને જઈ ચઢયા. ધર્મશાળામાં ઊતર્યા. પંથનો શ્રમ ગુરુને લાગેલો દૂર કરવા, થોડી સેવા કરી, ગોચરીનો વખત થતાં વસ્તીમાં જવા શિષ્ય આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં, ભિક્ષાએ જવાની તૈયારી કરી, એક લત્તામાં શિષ્ય જતો હતો ત્યારે પાંજરામાં રહેલા એક પોપટે કહ્યું : “મહારાજ, પધારો.” શિષ્યને નવાઈ લાગી, પાંજરા પાસે ગયો; ત્યાં પોપટે કહ્યું: ““માજી, મહારાજ વહોરવા પધાર્યા છે. ત્યાં તો ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે-ત્રણ છોકરાં બહાર આવ્યાં, વિનય સહ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઇતી, યોગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા, ત્યારે પોપટે પૂછયું : ““મહારાજ, તમારી સાથે કોઈ મોટા સાધુ છે ?' શિષ્ય કહ્યું : ““હા, મારા ગુરુજી છે.'' પોપટે પૂછયું : ““તો મારી એક વાત તેમને પૂછી, કાલે જવાબ