________________
૫૭૮
જ્ઞાનીપુરુષને ‘‘સકળ જગત તે એંઠવત્'' સમજાય છે. તે જ એંઠવાડો એકઠો કરનાર વાઘરી જેવો હું, આ શું કરી રહ્યો છું ? આવી ને આવી દશામાં મારું આયુષ્ય પૂરું થશે તો મારી શી વલે થશે ? એ ભય નિરંતર હૃદયમાં ખટક્યા કરે, તે વિચારણા, જીવને વૈરાગ્ય પ્રેરી, આજ્ઞાને અચળ કરે છે (બો-૩, પૃ.૭૧૨, આંક ૮૬૧)
આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણનો માર્ગ સુગમ થશે, અને ઉદાસીનતાનો ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષુતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સદ્બોધ, સત્શાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છેજી. (બો-૩, પૃ. ૬૦૨, આંક ૬૯૧)
D મુમુક્ષુજીવને એટલે જેને આ સંસાર અસાર સમજાયો છે અને આયુષ્ય આદિ પૂરાં કરવા પ્રત્યે જેનું લક્ષ છે, અને કોઇ પણ પ૨પદાર્થમાં ઇષ્ટબુદ્ધિ રહી નથી, તેવા જીવને ક્યાંય ગોઠતું નથી. ‘છૂટું, છૂટું જ ' એવું રટણ જેને રહ્યા કરે છે, તેને નવાં કર્મ બાંધવાનું કંઇ પ્રયોજન રહ્યું નથી.
‘‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.’'
આવી દશા ક્યારે પ્રાપ્ત થાય ? એ મુમુક્ષુતા કેમ પ્રગટે ? સંસાર ઉપરથી આસક્તિ ઊઠી છે ? એ બધા પ્રશ્નો વિચા૨ી, મનુષ્યભવની સફળતાનો માર્ગ પામવા, વિશેષ પુરુષાર્થ અને વૈરાગ્યની વૃદ્ધિ, સત્પુરુષની દૃષ્ટિએ સાધવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨)
D સ્મરણમાં ચિત્ત રાખવાનો અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાનો અવસર આવી પહોંચ્યો છે; તે વખતે ઢીલા નહીં થતાં, જિંદગીમાં કદી ન આવ્યા હોય તેવા અપૂર્વભાવે, તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દૃઢ કરતા રહેશોજી.
એ જ જીવનદોરી છે. શ્વાસોશ્વાસ ધમણની પેઠે લેવા, એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે, તેમાં વૃત્તિ રાખવી, એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છેજી. (બો-૩, પૃ.૩૮૯, આંક ૩૯૫)
એક મોક્ષ સિવાય બીજી કોઇ અભિલાષા રહે નહીં, મારે મોક્ષ માટે જ જીવવું છે, એવી જ્યારે ઇચ્છા જાગે ત્યારે મુમુક્ષુતા આવી ગણાય. (બો-૧, પૃ.૫૫)
મુમુક્ષુતા જેને પ્રગટી છે, તેને મોહનાં બહુરંગી કારણો લલચાવી શકતાં નથી, ઊલટાં મૂંઝવણનું કારણ થાય છે. તે મૂંઝવણ ટાળવા જ જીવની વૃત્તિ રહ્યા કરે છે, તેથી તે અટકી જવાને બદલે ઊલટો વિશેષ પુરુષાર્થી બને છે. દુઃખ, અપમાન, અશક્તિ, ખેદ આદિ કારણો, તેને આગળ વધારનારાં, વૈરાગ્યપ્રેરક, પરમ તૃઢતાથી સત્હરણને ગ્રહણ કરાવનારાં નીવડે છેજી.
(બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૫)
મુમુક્ષુજીવો મોહનાં નિમિત્તથી મૂંઝાય છે, મોક્ષનાં કારણો શોધીને આરાધે છે અને મુમુક્ષુદશાની વૃદ્ધિ કરી તીવ્ર મુમુક્ષુદશા પામવાના પુરુષાર્થમાં પ્રવર્તે છેજી.
તે અર્થે સત્સંગ એ સર્વોત્તમ સાધન છેજી અને સત્સંગ સફળ થવા, પોતાની દશા નિર્દોષ કરવા, વારંવાર પરમકૃપાળુદેવે અનેક પત્રોમાં પંચવિષયનાં સાધનનો ત્યાગ કે પરિમાણ આદિ કરી,