________________
(૫૭૨)
પરમકૃપાળુદેવે ટૂંકામાં કહ્યું છે કે “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. .... ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું.'' (૩૭)
જેમ યોગ્ય લાગે તેમ વિચારશોજી. વિચારવાનને વિશેષ શું લખવું? (બી-૩, પૃ. ૧૯૦, આંક ૧૯૪) T જેવું દુઃખ ભૂખનું, રોગનું કે સગાંવહાલાંના વિયોગનું લાગે છે તેવું અજ્ઞાનદશાનું દુઃખ લાગતું નથી અને
પરમકૃપાળુદેવ તો, મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને એક અજ્ઞાન સિવાય બીજા કોઇ ભય હોય નહીં, એમ લખે છે. તો આપણે વિચારવું ઘટે છે કે કેટલો ભય સંસારનો કે તેના કોઇ કારણરૂપ
અજ્ઞાનનો, આપણને લાગે છે ? (બી-૩, પૃ. ૨૮૮, આંક ૨૭૭) T સંસારનું સ્વરૂપ તો એક જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે, તેથી તેમણે તો સંસારમાં ઠામ-ઠામ દુઃખ જ દીઠું છે અને આપણા જેવા મૂઢ, દુષ્ટ જનોને તેમાં વગર વિચાર્યે દોડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “ “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુ:ખ કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.''(૫૩૭). (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) T સમજુ પુરુષો તો અવળાનું સવળું કરી નાખે છે. મુંબઇમાં થતાં તોફાનથી અજ્ઞાની ભય પામે છે; તેમાં
જ વૃત્તિ રોકી રાખે છે; ત્યારે સમજુ જીવો તેથી વૈરાગ્ય પામી, મરણ સમીપ હોય તેવા પ્રસંગે પણ, સપુરુષનાં વચનોમાં જ તલ્લીન રહે છે. આખો લોક ત્રિવિધ તાપે બળે છે એમ વિચારી, સપુરુષ અને તેનાં વચનો તથા તેનું આપેલું સ્મરણ તથા આજ્ઞાનો નિરંતર વિચાર રાખી, નિર્ભય બને છે અને કર્મનું નાટક જોતાં, હર્ષ-શોક કરતા નથી.
જગતજીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે અબધુ, સદા મગન મન રહેના.''
(બી-૩, પૃ.૬૪, આં; પર) D આપની સદ્ભાવના જાણી છેજી. તેવા ભાવ ટકાવી રાખવા ભલામણ છેજી. મોટા-મોટા મુનિઓને પણ “હું પામર શું કરી શકું, એવો નથી વિવેક' એ ભાવ ઊગવો દુર્લભ છે, તે તમારા પત્રમાં વાંચી સંતોષ થયો છેજી. તેટલેથી હવે અટકવા યોગ્ય નથી. ઘણાને તો પોતે પહેરેલું કપડું મેલું છે, એવું લક્ષમાં જ આવતું નથી, તેથી તે મેલા કપડાનું પણ અભિમાન કરે છે; કોઈક વિચારવાનને પોતાના કપડા તરફ નજર કરતાં મલિનતા દેખાવાથી શરમ આવે છે, પણ તે ધોવા જો પુરુષાર્થ ન કરે તો તે શરમ વધારે દિવસ ટકે નહીં, અને બધાય મારા જેવા જ છે, એમાં શરમાવું શું? એમ વિચારી, પાછો મેલ વધે તેમ વર્યા કરે છે; તેવી રીતે જાગૃતિ રાખી, પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી જે સત્સાધન દર્શાવ્યાં છે, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી આપણા જેવા રંક જીવોને પણ સ્મરણમંત્ર આદિ સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેનો બને તેટલો, શક્તિ ગોપવ્યા વિના પુરુષાર્થ કરતા રહેવાથી, આ કળિયલ ટળીને જીવને શુદ્ધતા તરફ વલણ વધતું જશે. (બી-૩, પૃ.૩૩૭, આંક ૩૩૯).