________________
૪૭
ભગવાને શ્રદ્ધાને ૫૨મ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી, તેને પછી મોક્ષ દૂર નથી; પણ તે પ્રાપ્ત થવા માટે સત્પુરુષના બોધની જરૂર છે, અને જીવને તે બોધ ગ્રહણ કરી, તેને વિચારી, પ્રતીત કરવા જેટલી યોગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ યોગ્યતા વધે, તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (બો-૩, પૃ.૫૫, આંક ૪૦)
D પરમાર્થના કામમાં પુરુષાર્થ કરવો, એ જ આ ભવનું મુખ્ય કર્તવ્ય છે એમ માની, બીજાં કાર્યો પ્રત્યે વૈરાગ્ય રાખી, ઊંચા મને વેઠની પેઠે તે કરી છૂટવાં, પણ તેમાં તન્મય થવા જેવું નથી. વ્યવહારનાં કાર્યોની મહત્તા માનીને જ જીવે જન્મમરણ ઊભાં કર્યાં છે.
દેહમાં ને દેહમાં જ બુદ્ધિ રહેવાથી દેહ મળ્યા કરે છે. હવે તો કોઇ પણ પ્રકારે આવા દેહરૂપી કેદખાનામાં ફરી ન પડવું પડે અને આવી પરાધીનતા, દુઃખદ સ્થિતિ ભવિષ્યમાં ભોગવવી ન પડે, તેવું કાર્ય આ ભવમાં જરૂર કરી લેવું જ છે, એવો દૃઢ નિશ્ચય મુમુક્ષુજીવે વારંવાર વિચારીને કરી લેવો ઘટે છેજી.
ચાટ્ટી માવના ચર્ચ સિદ્ધિર્મતિ તાદૃશો'' જેવી જેની ભાવના હોય છે, તેવી તેને સિદ્ધિ(પ્રાપ્તિ) થાય છે. ભૂખ લાગી હોય ત્યારે ખાવાની ઇચ્છા થાય છે તો રસોઇ કરીને જમી લઇ, ભૂખ મટાડે છે. રોગ થાય ત્યારે નીરોગી થવાની ભાવના થાય છે, તો દવાખાનામાં કે વૈદ્ય પાસે જઇ દવા લાવી, કડવી લાગે તોપણ આંખો મીંચીને ઉતારી જાય છે; એમ દવાના સેવનથી નીરોગીપણું પ્રાપ્ત કરે છે. પૂર્વે મનુષ્યભવ મળે તેવી ભાવના કરી હશે, તેનું ફળ મનુષ્યપણું મળ્યું છે અને દુઃખ થાય તેવાં કાર્ય કર્યાં હશે, કરાવ્યાં હશે કે કરનારને ભલાં જાણ્યાં હશે તો આ ભવમાં દુઃખના દિવસો દેખવા પડયા.
તેવી જ રીતે જો આ ભવમાં આત્માની, મોક્ષની, મહાપુરુષની દશાની ભાવના જે જે પ્રકારે કરીશું, તેવું ફળ વહેલુંમોડું આવ્યા વિના નહીં રહે. માટે બેસતાં-ઊઠતાં, ખાતાં-પીતાં, પોતાના દેહાદિનાં કાર્યો કે કુટુંબાદિનાં કાર્યો કરતાં પણ જો ઉદાસીનતા, વીતરાગતા, મુમુક્ષુતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ આત્મગુણોની ભાવના કરતા રહીશું તો જરૂર ઉત્તમ ફળ પ્રાપ્ત થયા વિના નહીં રહે.
માટે ખરેખરી કમાણી કરવાનું ચૂકીને, નકામી વાતો, નાશવંત વસ્તુની ચિંતાઓ અને દુઃખનાં કારણોમાં ખોટી થવાનું, જેમ બને તેમ વહેલું તજી દઇ, આ આત્મભાવના : ‘‘હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં ચિત્ત વાળવાથી, તેમાં સુખ માનવાથી, જગતની વાતો વિસારે પડશે અને જગતનાં સુખ અને દુઃખ, બંને દૂર થઇ, આત્માના સુખ તરફ વૃત્તિ વળતાં, પરમ શાંતિ પ્રાપ્ત થશે. એ જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૮૦, આંક ૩૮૬)
મનુષ્યભવમાં આત્માને ભૂલવાનો નથી. રાતદિવસ એક આત્માને જ ઇચ્છવો, તેની જ ચિંતના અને તેમાં જ ચિત્ત રાખવાનું છે. એ જ કરવાનું છે.
એક શેઠ હતા. તેને છોકરો ન હતો. તેને ધન, માલ બહુ હતા. વૃદ્ધાવસ્થામાં તેને છોકરો થયો, એટલે સારું-સારું ખાવા-પીવાનું આપ્યું, ઘરેણાં વગેરે પહેરાવીને બહુ પ્રેમથી ઉછેર્યો. તેને પછી પરણાવ્યો; પણ