________________
(૨૯) ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તો ઘણાં કર્મ ખપી જાય. સાચું અવલંબન મળવું જોઈએ. પછી પોતે પુરુષાર્થ કરવાનો છે. (બો-૧, પૃ.૩૨૦, આંક ૭૧) પરમકૃપાળુદેવે/સપુરુષે કરેલા ઉપકાર/કૃપા વિષે
કલ્યાણકારી ગુરુકૃપા, વરસો નિરંતર અંતરે;
શાંતિ, સમાધિ, વૈર્યરૂપે, અંકુરો ઊગો ઉરે. પરમકૃપાળુદેવનો અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનોને ઉત્તમ અધ્યાત્મમાર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. સંસ્કૃત અને માગધી ભાષાના ધુરંધર પંડિતોને પણ હૃદયગત થવો દુર્લભ એવો આત્મધર્મ, જેણે બાળાભોળા જીવોને ગ્રાહ્ય થાય, સમજાય, અધ્યાત્મભૂખ પ્રગટે અને પોષણ મળે, તેવા સુંદર પત્રો, કાવ્યો અને ગદ્યપદ્ય હાથનોંધો લખી, આ કાળમાં મોહનિદ્રામાં ઊંઘતા આપણા જેવાને જગાડવા પ્રબળ પરિશ્રમ લીધો છે, તે મહાપુરુષને પરમ પ્રેમે નમસ્કાર હો ! (બી-૩, પૃ.૪૨૨, આંક ૪૩૧) તમારા ભાવ સારા ભક્તિમય રહ્યા કરે છે; તેવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ રહ્યા કરે તો કલ્યાણ થવામાં વાર ન લાગે. પરમકૃપાળુદેવ દરેક કામ કરતાં યાદ આવે, ક્ષણ પણ ભુલાય નહીં એમ કરવા વિનંતી છે.જી. પરમ ઉપકાર પરમકૃપાળુદેવનો છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માનો ઉપદેશ આપ્યો, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી આત્મા ભિન્ન જણાવ્યો અને બીજા ખોટા માર્ગોથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષનો માર્ગ બતાવ્યો, માટે એમના જેવો કોઇએ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણા ગુરુ છે, તે જ આપણે પૂજવા યોગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા યોગ્ય છે. તે જ આપણા બંધવ, રક્ષક, તારનાર, ધણી અને પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને-તમને પરમભક્તિ પ્રગટે તો આપણાં મહાભાગ્ય ગણાય. એ જ શિખામણ લક્ષમાં લેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭)
જે સદ્દગુરુ-ચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા;
જે સક્સ-પદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય. ગમે તે વાંચીને પરમકૃપાળુદેવનાં વચનો અને તેના ઉપકાર પ્રત્યે પ્રેમભક્તિ વધે, તે કર્તવ્ય છેજી. અનેક શાસ્ત્રોનો સાર તે મહાપુરુષે એક કડીમાં ભરી દીધો છે :
બે બોલોથી બાંધિયા, સકળ શાસ્ત્રનો સાર;
પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર.' ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસે,
વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બદલાઈ દિયે.'' આવાં વચન વાંચી, વિચારી, ભાવના કરી તેમાં લીન થઇ જવા જેવું છેજી. જેને તે મહાપુરુષનો ઉપકાર સમજાય છે, તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે.