________________
(૫૪૧
જીવ પાછો હઠે. આપણા ભાવ ન બગાડવા. સમ્યકુદ્રષ્ટિ સારા ભાવ જ કરે છે. (બો-૧, પૃ. ૨૪૩, આંક ૧૩૩) T મુનિપણાનો કાળ એટલે છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ બે ઘડી બતાવ્યો છે; કારણ કે બે ઘડીમાં તો
અપ્રમત્તદશા પ્રાપ્ત કરી, સાતમે ગુણસ્થાનકે જાય છે. ન જાય અને વિશેષ પ્રમાદ થઇ જાય તો પરિણતિ પાંચમા કે ચોથા ગુણસ્થાનક જેવી થઈ જાય. માટે સતત પુરુષાર્થ કરીને બે ઘડી કરતાં વધારે વખત મુનિ પ્રમાદમાં રહેતા નથી. ઊંઘ પણ, ચાલુ, બે ઘડી કરતાં વિશેષ ન હોય. આટલો પુરુષાર્થ આટલી ઊંચી દશાવાળો પણ કરે છે, તો સમકિત પ્રાપ્ત કરવું હોય, તેણે પ્રમાદ કર્યો કેમ પાલવે ? એમાં શરીરનું કામ નથી, ભાવનું કામ છે, રુચિનું કામ છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.'' (બો-૩, પૃ.૨૯, આંક ૭૩૫) T બને તેટલા પુરુષાર્થે અંતરમાં શાંતિ રહે, શીતળીભૂત રહેવાય; બાહ્ય પ્રસંગોમાં સમભાવ ટકી રહે તેમ પ્રવર્તવા વિનંતી છેજી. ભાવ ઉપર કર્મબંધન કે કર્મથી છૂટવાનો આધાર છે, તેથી સદ્ગુરુશરણે સંસારી પ્રસંગોમાં ઉદાસીનભાવ અને પરમકૃપાળુદેવના ગુણો અને પરમ ઉપકાર પ્રત્યે આદરભાવ વધી તલ્લીનતા પ્રાપ્ત
થાય તેવી ભાવના, વર્તના હિતકારી છેજી, (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૪) | મુમુક્ષુજીને પરમકૃપાળુદેવને શરણે પોતાના ભાવ, દિવસે-દિવસે વધારે પવિત્ર થાય તેમ કર્તવ્ય છેજી.
ભાવ ઉપર જ છૂટવાનું કે બંધાવાનું બને છે. જેને સદ્ગુરુનો યોગ થયો છે, સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેણે તો પ્રમાદ તજી, હવે નિર્મોહી થવા અર્થે, પરમકૃપાળુદેવનાં વચનને આધારે પ્રયત્ન કર્યા જ કરવો ઘટે છેજી. કામથી પરવાર્યા કે અવકાશનો વખત પરમકૃપાળુદેવનાં વચનોનું વાંચન, ભક્તિ, સ્મરણ,
સદ્વિચાર આદિ ભાવનામાં ગાળવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭) | મુખ્ય વાત ભાવ ઉપર છે; પણ સારા નિમિત્તે સારા ભાવ થાય છે, માટે જ્ઞાનીની આજ્ઞાનું બહુમાનપણું રહે, તેની શ્રદ્ધા વિશેષ-વિશેષ દૃઢ થતી જાય અને છૂટવાની ભાવના પોષાતી રહે, તેમ ભક્તિ, ભાવ,
સદાચાર સેવવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૧) | નિત્યનિયમમાં વિશેષ ભાવ વર્ધમાન થતા રહે તેવી વિચારણાપૂર્વક ભક્તિ કરતા રહેવા ભલામણ
છે. સત્સાધનની સફળતાનો આધાર ભાવ છેજી. ભાવની મંદતા માંદગી કરતાં વધારે નુકસાનકારક છે; માટે ઉલ્લાસપૂર્વક રોજ ભક્તિભાવ તથા તેવો વખત વધારતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૬) I જેને સદ્ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે અને આ દેહે આત્મસાધન કરી લેવાનો નિર્ણય છે, તેને વિહ્નો પ્રતિકૂળ થવાને બદલે અનુકૂળ થાય છેજી. ખરી રીતે તો જેનો ભાવ પરમાર્થ-આરાધનામાં મંદ થતો જાય છે, તે માંદો ગણાય; પરંતુ આ પૂર્વનાં પાપના ફળરૂપ અશાતા દૂર થતાં, ધર્મ વિશેષ ઉત્સાહથી આરાધવો છે, એવી જેની ભાવના રહેતી હોય, તે મંદતા ભજતો નથી.