________________
(૫૪૨)
ભાવ ઉપર મોટો આધાર છે. જોકે નિમિત્તાધીન ભાવો થાય છે પણ રુચિ કે નિર્ણયને ફેરવવાને વર્તમાન સંયોગો સમર્થ નથી. વર્તમાન સંયોગોની ઉપરવટ થઈને પણ રુચિ કે નિર્ણય પોતાનું સામર્થ્ય પ્રવર્તાવી શકે છેજ. આ વાતનો ખાસ વિચાર કરી, તેની તપાસમાં ઉપયોગ પ્રેરવા વિનંતી છે જી. (બી-૩, પૃ.૪૯૫, આંક પ૩૦) D જેવો અવસર દેખીએ તે પ્રમાણે વર્તવું. કર્મને પરવશ છીએ ત્યાં સુધી સંયોગોને આધીન વર્તવું
પડે, પણ ભાવ ઉપર આખો માર્ગ છે. તે ભાવમાં ખોટ આવી તો દાન, પુણ્ય, વ્રત વગેરે પૂરી શકે તેમ નથી. ભાવને અર્થે સારાં નિમિત્તોની જરૂર છે; પણ તેવાં નિમિત્તો માટે બનતો પુરુષાર્થ કરવા છતાં કંઈ ન બને તો પછી તે સારાં નિમિત્ત નથી, એ લક્ષ રાખી પુરુષાર્થમાં ખામી ન આવવા દેવી, ચેતતા રહેવું. સારા ભાવની ભાવના ન ભુલાય, તે પ્રકારે પ્રવર્તવું. સપુરુષ અને સપુરુષના આશ્રિત મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે, એમ સપુરુષે કહેલું છે તો આપણે સપુરુષની આજ્ઞાએ પ્રવર્તવાનું કરીશું તેટલું સવળું થશે, છૂટવાના ભાવમાં પ્રવર્તાશે. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫) ] પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની અને પૂર્વના આરાધક મહાત્મા પણ, નિરંતર સંસારના
ઉપાધિયોગથી છૂટવાની ભાવના, તેમના પત્રોમાં વારંવાર જણાવે છે, તો આ જીવે તો તે ભાવ ભૂલવા યોગ્ય નથી. નિમિત્તાધીન જીવ છે, તેથી જેવાં નિમિત્ત મળે, તેવા ભાવ થઇ જાય છે અને તેમાં જ પરિણમી જાય છે. માટે મુમુક્ષુવે પૂર્વે બાંધેલાં કર્મ ભોગવતી વખતે, અત્યંત-અત્યંત જાગૃતિ અને વિભાવનો ડર રાખવો
ઘટે છેજ. (બી-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫) D ભાવ એ તરવાનું ઉત્તમ નિમિત્ત છે, છતાં ભાવ પણ નિમિત્તાધીન પલટાઇ જાય છે એટલે ઉત્તમ નિમિત્તે આત્માનું કલ્યાણ થવા સંભવ છે. તેથી સત્સંગ, સત્સમાગમને ઉત્તમ સાધન પરમકૃપાળુદેવે વારંવાર જણાવેલ છે. તેનો વિશેષ લાભ મળે તેવો પુરુષાર્થ અવશ્ય હિતકારી છે, કારણ કે જીવની સાથે ધનાદિ કંઈ પરભવ જનાર નથી. સારા ભાવ થવામાં તે નિમિત્તભૂત થાય તો હિતકારી છે, નહીં તો ધનસંપત્તિ બોજારૂપ છે. (બો-૩, પૃ.૮૩, આંક ૭૫) D જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ પોતાના અંધ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી
પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ પુરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) T સંસાર તમે જણાવો છો તેમ ક્લેશરૂપ છે, પણ વિચાર કરીને અંતરમાંથી તેની વાસના નીકળી જાય
અને સ્વપ્ન પણ તેમાં મીઠાશ ન આવે, એવા ભાવમાં જીવને રાખવો ઘટે છે. (બી-૩, પૃ.૪૫૩, આંક ૪૭૨)