________________
(૩૮)
આત્મજ્ઞાન ને પરમ શરણનો કો પ્રભાવ કહી શકો ? હાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે: અકંપપણું અનુભવી મુનિવરનું, નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનળથી બળતા પામરને પણ ઉતરશે. પરમ ધર્મનું શરણ ગ્રહીને, સર્વ વેદના હવે સહ. કર્મ-કસોટી કર્સ શરીરને, જ્ઞાતા દૃષ્ટા તમે રહો: નથી અનંત ભવમાં આવ્યો, અવસર આવો હિતકારી, જીતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી.
(પ્રજ્ઞાવબોધ પુખ-૫૩) પૂ. ...ની તબિયત નરમ વિશેષ રહ્યા કરે છે, એમ પત્રમાં હતું. હવે તો તેમણે મનમાં એવો જ નિશ્ચય કરવો ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયો છે અને મફતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મહિત થાય, તેમ જ ગાળવું છે. જેનો દેહ છૂટી ગયો હોય તે, દેહમાં શું થાય છે તેની પંચાત કરતો નથી; તેમ કર્મને લઇને વેદના, ક્ષીણતાં કે અશક્તિ દેખાય અને ઉઠાય-બેસાય નહીં તો પણ કંઇ ઇચ્છાઓ ઊભી થવા દેવાની જરૂર નથી. જે થવાનું છે, જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પ્રગટ જણાયું છે, તેમ જ આ બધું થયા કરે છે, તો તેમાં આપણી ઇચ્છા નકામી છે, આપણે માત્ર જોયા કરવાનું છે, હર્ષ-શોક ન થાય તેટલી સંભાળ રાખવાની છે. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ'' એવું પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બોલતા અને ઉપદેશતા હતાજી. (બી-૩, પૃ.૪૭૧, આંક ૪૯૮) કુટુંબીઓ તથા મિત્રોએ, વિચારવાન સજ્જનની માંદગીના પ્રસંગે, પોતાને અને પરને હિતકારી નીવડે તેવું વર્તન રાખવું ઘટે. પત્નીએ પ્રેમપૂર્વક સર્વ પ્રકારની સેવા ઉપરાંત હિંમત રાખી, હિમત આપવાની ફરજ છે. તેણે કહેવું જઇએ કે તમે તમારા આત્માનું હિત થાય તેવા ભાવ રાખશો, તેમાં આપણે બધાનું કલ્યાણ છે. અત્યારે જે સુખ દેખાય છે, તે ધર્મનું જ ફળ છે અને ધર્મના આરાધનથી લૌકિક સુખ અને આત્માનું સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ પૂર્વે આરાધેલો તેથી સુખી કુટુંબ, સજ્જન મિત્રો, સપુરુષનો યોગ અને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે, અને ધર્મવૃક્ષને પોષીશું તો મોક્ષ સુધીની સર્વ સામગ્રી મળી રહેશે. મારી ચિંતા તજી, આત્મકલ્યાણનો માર્ગ, જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યો હોય તે આરાધો, અમને સમજાવો અને તેમાં અમારી મદદ, જે ઇચ્છો તે આપવા, અમે તૈયાર છીએ. આ વાત સર્વ મિત્રવર્ગે કે કુટુંબવર્ગે વિચારી, ધર્મધ્યાનમાં દિવસ અને રાતનો વિશેષ વખત જાય તેમ વ્યવસ્થા કરવી, તે સર્વને હિતકારી છે. માંદગીમાં પોતાનાથી ભક્તિમાં પ્રવર્તવા જેટલું બળ ન દેખાય તો બીજા ભક્તિ કરે તે સંભળાય, સ્મરણ કોઈ ઉતાવળે બોલે તેમાં ચિત્ત દેવાય અને ચિત્રપટ વગેરે પાસે રાખી તે પ્રત્યે પ્રેમભાવ, શરણભાવ વર્ધમાન થાય, તેમ કરવા ભાવના કર્યા કરવી, એ હિતકારી છે. પ્રવૃત્તિ ન બને તો ભાવના તો ધર્મકાર્યમાં રાખવી. ‘ભાવ તિહાં ભગવંત છે.'' એ વચન સત્ય છે.