________________
(૦૮)
ઉપયોગી છે એ લક્ષ રાખવો, તે પોતાના હાથની વાત છે, કોઇ બીજું તે કામ કરી આપે તેમ નથી. માટે પરભવનો ભય રાખી, ધર્મને અચિંત્ય ચિંતામણિ તુલ્ય ગણી, તેમાં વારંવાર વૃત્તિ વાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છે). (બી-૩, પૃ. ૫૫૪, આંક ૬૧૨) થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.' એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો સમાધિમરણનું કારણ છે). (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૫) | માંદગી ફરી શરૂ થઈ જાણી, ધર્મસ્નેહને લઈને ખેદ થયો. પૂર્વકર્મ નિયમિત રીતે એનું કામ અચૂકપણે
કર્યો જાય છે, તો મુમુક્ષુજીવે સંસારથી મુક્ત થવાનાં સત્સાધન તે પ્રમાણે દૃઢતાપૂર્વક કેમ ન સેવવાં ? માંદગીમાં મારાથી હવે શું થાય ? એવી કાયરતા ન સેવતાં, જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઉપયોગ પલટાવવા, આર્તધ્યાન થતું અટકાવવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, છ પદનો પત્ર કે આત્મસિદ્ધિ કે મંત્રનું સ્મરણ આદિ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે પદમાં વૃત્તિ રાખવા તેવે વખતે વિશેષ બળ કરવા યોગ્ય છે. તેમ વર્તાય તો આર્તધ્યાનને બદલે ધર્મધ્યાન થવા સંભવ છે. પોતાનાથી બને ત્યાં સુધી પોતે સત્સાધનમાં મન-વચન-કાયાથી પુરુષાર્થ કરવો. અશક્તિ જણાય ત્યારે પાસે હોય તેની મદદથી, તે મંત્ર વગેરે બોલે તેમાં વૃત્તિ બળ કરીને રાખવા લક્ષ રાખવો. તેમ ન બને અને વેદનામાં વારંવાર વૃત્તિ દોરાઈ જાય ત્યારે “હે ભગવાન ! હવે મારું જોર ચાલતું નથી, પણ મારે સત્સાધનમાં જ વૃત્તિ રાખવી છે, દુ:ખમાં મન ઘેરાઈ જાય છે, તે ઠીક થતું નથી. આથી તો કર્મબંધ થશે' એવી જાગૃતિ રાખી, ભાવના તો સમભાવે તે વેદની વેદાય તેવી જ રાખવા મથવું ઘટે છેજી. પોતાનાં બાંધેલાં પોતાને જ ભોગવ્ય છૂટે એમ છે, તો હવે બને તેટલી શાંતિથી સહન કરી લેવા દે. બધું નાશવંત છે, તો વેદની ક્યાં સુધી રહેવાની છે ? શાતાવેદની પણ ઇચ્છવા જેવી નથી. કર્મમાત્ર આત્માને બોજારૂપ છે. જેના નિમિત્તે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને તે મહાપુરુષનો પુરુષાર્થ તથા તેની દશાની સ્મૃતિ થાય, તે વિચારવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ભજવા યોગ્ય છેજી.
‘‘પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સગુરુપાય;
દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ?'' આમ પોતાના દોષ દેખી, સરુની ભક્તિમાં વૃત્તિ રાખી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ન ભુલાય તેની જ લય લાગે, જગત, દેહ અને વેદની ભુલાઈ જાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૧૧, આંક ૭૦૮) D આપની તબિયત ઘણી નરમ જાણી, ધર્મસ્નેહને લઈને ખેદ થયો; પણ જ્યાં ઉપાય નહીં ત્યાં સહનશીલતા, એ જ સમતાનો ઉપાય છે. પૂર્વકર્મ કોઇને છોડતાં નથી. કોઈનું દેવું કર્યું હોય તે લેવા માટે ઉઘરાણી કરે તેમ બાંધેલાં કર્મ ફેરા મારે છે. તેને સમતા, સહનશીલતા, ધીરજ, સ્મરણમંત્રની ધૂન વગેરે મૂડીમાંથી આપી, વિદાય કરવા યોગ્ય છેજ. બિચારાં કર્મ છૂટવા માટે આવે છે, તે વખતે જીવ શૂરવીર થઈ ભોગવી લે તો હલકો થાય, ખેદ કરીને ભોગવે તો નવાં કર્મ બંધાય અને ભોગવવાં તો પડે જ, માટે સદ્ગુરુશરણે બને તેટલી શક્તિ એકઠી કરી, મંત્રના સ્મરણમાં રહેવું.