________________
(૨૮) છે જેમને કંઈ તમારી પાસેથી શીખવું હોય, તેને પરમકૃપાળુદેવ તરફ વૃત્તિ થાય તેવી વાતચીતનો પ્રસંગ રહેતો હોય તો વૈરાગ્યપ્રેરક પદો, આલોચના વગેરે શીખે તો સારું. વીસ દોહરા વગેરે ભલે સાંભળ પણ તે જ શીખવા ભાવ તેને થાય તો કહેવું કે એ જેને નિત્યનિયમ તરીકે બોલવાના તેમ જ પરમકૃપાળુદેવની આજ્ઞામાં વર્તવાના ભાવ હોય, તેને માટે પુછાવીને શીખવા લાયક છે, માત્ર શીખી ગયા કરતાં પરમકૃપાળુદેવની આજ્ઞા આધીન વૃત્તિ કરવાથી વિશેષ લાભનું કારણ છે. એવી વાત કરી શકાય તેવાં ન હોય, તેમને માટે બહુ ખોટી થવું, હાલ યોગ્ય નથીજી. આપણે આપણું સાધન પ્રથમ કરી લેવું છે, એ લક્ષ ન ચુકાય અને બીજાં કામ આવી પડે તે કરી છૂટવાં, એ ધોરણે આત્મવૃત્તિ જાગવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૫૩, આંક ૬૧૧)
“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.'' છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.'' જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદો નહિ આત્માર્થ.'' પરમકૃપાળુદેવે કહેવામાં બાકી રાખ્યું નથી. આપણું કામ તેની આજ્ઞા ઉઠાવવાનું છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ““તારી વારે વાર.'' તેનો વિચાર કરી, આજ્ઞામાં એકતાર થવાનો સપુરુષાર્થ કર્યા કરવો. સાચો ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છે'. ધર્મ-આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છેજી. એવી બીજી કોઈ કમાણી નથી. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) | હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત
થા ! જાગૃત થા ! ! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્રય ઉપાસવા યોગ્ય છે.” (૫૦૫) આમ પરમકૃપાળુદેવે પરમ ઉપકાર કરી, જીવને જાગૃત કરવા પોકાર કર્યો છે. સપુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી; પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છેજ. (બો-૩, પૃ.૫૩, આંક ૩૮)
D પરમકૃપાળુદેવની અનંતકૃપાથી જે આજ્ઞા સ્મરણ-ભક્તિ આદિની મળી છે, તેનું બહુમાનપણું રાખી, બને તેટલું આરાધન કર્યા રહેવા, આપ સર્વને વિનંતી છે અનંતકાળથી જીવ પુરુષાર્થ કરતો આવ્યો છે, પણ જન્મમરણ છૂટયાં નહીં, તો એવું શું રહી જાય છે, તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. આ ભવમાં એવી કોઈ ભૂલ રહી ન જાય કે જેથી જન્મમરણ પાછાં ઊભાં રહે અને એનો વિચાર વારંવાર કરવા યોગ્ય છે.