________________
(૫૨૫) પરમકૃપાળુદેવની આજ્ઞા વિષે જેને દ્રઢ વિશ્વાસ થયો છે, તેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ જે મુમુક્ષુની શ્રદ્ધા દ્રઢ થઈ છે, તેને આજ્ઞા સિવાય બીજાં કામમાં પ્રવૃત્તિ કરવી પડે, તેમાં કદી રસ આવે નહીં. આજ્ઞાના આરાધનથી જીવવું સફળ થશે, એવું બીજાં કામ કરતાં પણ ભુલાય નહીં તો તેને વૈરાગ્ય બહુ સુલભ છે અને અવકાશ મળે આજ્ઞા-આરાધનનું કામ કર્યા જ કરે. આ વાત વારંવાર વાંચી લક્ષમાં રાખશો. (બો-૩, પૃ.૬૩૨, આંક ૭૪૨) પ્રારબ્ધ-અનુસાર બનવાનું હોય તે બને છે. આપણું કામ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનું છે. તે યથાશક્તિ બનતું હોય તો આનંદ માનવા યોગ્ય છે. શિથિલપણું હોય કે દોષિત પ્રવર્તન હોય તો તેનો ત્યાગ કરી, સર્વ શક્તિથી જ્ઞાનીને શરણે આટલો ભવ ગાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૪૩, આંક ૭૬૧) પરમપુરુષોએ કહેવામાં બાકી નથી રાખી; પણ આ જીવને, ધીરજ અને શ્રદ્ધાપૂર્વક, તે મહાપુરુષોની આજ્ઞા ઉઠાવવાનું કામ છે, તે કરવામાં જેટલી તત્પરતા, એકાગ્રતા, અસંગપણું જીવ આરાધશે, તેટલો મોક્ષ નજીક આવે તેમ છે). (બો-૩, પૃ. ૨૨, આંક ૭૨૩) T ચિત્તની એકાગ્રતા રહી શકે તેવો અવકાશ હોય અને વાંચવા-સાંભળવાનો યોગ બને તો તેમ કરવું, નહીં
તો સ્મરણમાં ચિત્તને પરોવવું. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાશે, એટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બો-૩, પૃ.૬૨૫, આંક ૭૩૦) | મનુષ્યભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો લાગ જેવો મળ્યો છે, તેવો બીજા કોઈ ભવમાં મળી
શકવો દુર્લભ છે, એમ જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહે છે, પણ જીવ તે તરફ લક્ષ રાખતો નથી અને જે કર્યા વિના ચાલી શકે, તેવાં કામોને આગળ કરીને તેમાં ખોટી થઈ રહ્યો છે. આ ભવમાં જ બની શકે તેવું કામ ધકેલ-ધકેલ કરવા યોગ્ય નથી, પણ “ધર્મના કામમાં ઢીલ ન કરવી” એવી કહેવત છે તે સંભારી, તે પ્રમાણે વર્તન કરી લેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૪) | તમને વાંચતા નથી આવડતું, એ એક ખામી છે. વાંચતા શીખવનાર કોઈ બાઈ, ભાઈ મળે તો તેની
પાસેથી વાંચતા શીખવાની ભાવના હોય તો શીખવા યોગ્ય છે; પરંતુ કોઈ સ્તુતિ, પ્રતિક્રમણ વગેરે ગોખવાનું કહે તે કરતાં, જે આજ્ઞા મળી છે તેટલા પાઠ મુખપાઠ કરી, મંત્રનું સ્મરણ-જાપ વિશેષ-વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. જેને મતનો આગ્રહ હોય તેવાના કસંગથી જીવને ખોટા આગ્રહો પકડાઈ જાય છે અને તેથી જીવ કલ્યાણ માનવા લાગે છે. માટે બાઇઓના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી, એ
વધારે હિતકારી છેજી. પરમકૃપાળુદેવનાં પદ શીખવાં. (બી-૩, પૃ.૭૫૫, આંક ૯૪૭) I એક પરમકૃપાળુદેવને શરણે વાંચન, વિચાર, ભક્તિ આદિ જે પુરુષાર્થ થાય, તે કરવામાં ત્યાં પણ પ્રમાદ કર્તવ્ય નથીજી. પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જે કરવા યોગ્ય છે, તે તો જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી એ જ છે. તે ગમે ત્યાં રહેવાનું થાય પણ ભુલાય નહીં, એટલો લક્ષ રહે તો હિતનું કારણ છેજી. (બી-૩, પૃ.૬૦૨, આંક ૬૯૧) | મોહ બહુ તોફાની છે. તેને મંદ કરવો. કંઈક કષાયની ઉપશાંતતા કરે, મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા
ન રાખે, સંસાર ઉપર વૈરાગ્ય આવે, તો રુચિ થાય; અને રુચિ થાય ત્યારે વીર્ય પણ સ્ફરે. રુચિ જાગવી