________________
(૨૯૯) ઘન, દેહાદિ વડે પ્રાપ્ત થતા ભોગ ઘણા કષ્ટ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયે ટકતા નથી, નાશના જ ક્રમમાં છે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે અને અંતે શોકનું કારણ બને છે, કોઈ સાથે આવતા નથી. છતાં વિચારહીન આ જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતાં સુખરૂપ લાગે છે, દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે; તેને માટે મરી છૂટે છે, તે પણ દર્શનમોહનું પ્રબળ જોર છે. ટૂંકામાં અવિઘા, ભ્રાંતિ, મિથ્યાત્વ વગેરે તેનાં બીજાં નામ છે.
જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન.” એ બે સવૈયા બને તો મુખપાઠ કરી વિચારતા રહેવા ભલામણ છેજી. તેમાં દર્શનમોહનો ઉપાય અને સ્વરૂપ બને છેજી. (૨) ચારિત્રમોહઃ દીવો લઈને કોઈ કૂવામાં પડે તેવા ક્રોધાદિ ચાર કષાય અને હાસ્ય, રતિ, અરતિ,
ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – એ તેર પ્રકારના ગાંડપણથી, જીવ જાણતા છતાં સંયમના અભાવે, કર્મબંધનાં કારણોમાં પ્રવર્તે છે. તેમાં મુખ્ય કરીને પૂર્વકર્મનું બળ છે.
જ્યાં સુધી સમ્યક્દર્શન ન થાય ત્યાં સુધી આંધળા માણસની પેઠે જીવ દુઃખી-દુઃખી છે; પણ સમજણ આવ્યું પણ વીર્યની ખામીને લીધે, સંયમમાં ન પ્રવર્તી શકે તેથી વેર, વિરોધ, મોહ, મત્સર, માન, અપમાન, લોભ, માયામાં જીવ ઘસડાય છે; તે અત્યંત ક્લેશનું કારણ છે. સમજણ ન હોય ત્યારે જાણીજોઇને એટલે દુઃખનાં કારણને સુખનાં કારણ માનીને, તે એકઠાં કર્યો જાય છે; અને સમજણ આબે, તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. જેમ કોઈ આબરૂદાર માબાપના દીકરાને, કોઇએ આરોપ મૂક્યાથી, ફોજદાર તેને ગુનેગાર ઠરાવી, ગધેડે બેસાડી, કાળું મોટું કરી નગરમાં ફજેતી કરી ફેરવે છે; જો કુંભારના દીકરાને ગધેડે બેસાડે કે તે બેસે તો આનંદ માને તેમ મિથ્યાવૃષ્ટિ દોષ કરી આનંદ માને છે; પણ આબરૂદારને તે મરવા જેવું લાગે છે; તેની ઈચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે છે કારણ કે તે ફોજદારને વશ છે. તેમ ચારિત્રમોહનું સ્વરૂપ જેણે જાયું છે, તેને તેવા ભાવોમાં હાજતો આદિને લઈને પ્રવર્તવું પડે તોપણ પોતાને અણછાજતું,
શરમભરેલું, મરણતુલ્ય લાગે છે. (બી-૩, પૃ.૫૭૩, આંક ૬૪૪) T દર્શનમોહ એટલે રૂપ, રસ, ગંધ, આદિ પુદ્ગલના ધર્મ છે; અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવના
ધર્મ છે; તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. જેમકે, મરચું પુદ્ગલ છે, એમાં જાણવાનો ગુણ નથી, પણ આપણે તે ખાઈએ છીએ ત્યારે આત્માના જાણપણાના ગુણને લઇને, તે જણાય છે. આહાર લેતાં તીખું, મીઠું, ખારૂં, ખાટું એ બધા પુદ્ગલના ગુણમાં જીવને રાગ-દ્વેષ થાય છે; તે ચારિત્રમોહ, દર્શનમોહને લઈને થાય છે. મડદાને બાળે તો કંઈ થાય નહીં, પણ અંદર ચેતન હોય તો ખબર પડે કે ગરમ લાગે છે, બળે છે. તેમ દેહમાં પૂર્વકર્મ અનુસાર શાતા-અશાતા આવે છે, તેની દેહને ખબર નથી; પણ ચેતનને લઈને સુખદુઃખની ખબર પડે છે. દેહમાં વ્યાધિ-પીડા થાય ત્યારે મૂંઝવણ આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમોહને લીધે થાય છે. જો એમ વિચારે કે દેહને જે થાય છે એમાં ચેતનને કંઈ લેવા-દેવા નથી, તો એ વેદનીયકર્મ આવીને નિર્જરી જાય છે, કારણ કે વેદનીયકર્મ અઘાતી છે અને આત્માને આવરણ