________________
(૧૫૬)
જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દ:ખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (૪૨૫) વેદનીના વખતમાં કેમ રહેવું? તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે, તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાનો છે. દેહ મારો નથી, એમ થાય તો દેહાધ્યાસ છૂટે. દેહ તે હું, એમ થઈ ગયું. છે, તે કેમ ખસે? એનો આપણે ખાસ વિચાર કરવાનો છે. હું દેહ નથી, દેહ મારો નથી, એવું મુમુક્ષુએ કરવું. ભરત ચક્રવર્તીએ વિચાર કર્યો કે હું દેહ નથી, દેહ મારો નથી, હું દેહનો નથી. આ મારે કામનું છે, કર્તવ્યરૂપ છે, એમ જીવને યાદ જ રહેતું નથી. દેહ મારો છે, એવો ભાવ થઈ ગયો છે. દેહમાં મમતા કરવા જેવું શું છે? દેહમાં મમતા કરવી તે હાડકાં, માંસ, ચામડી અને વાળમાં મોહ કરવા જેવું છે. માટીના પૂતળા જેવો આ દેહ છે. માટી તો પવિત્ર છે; પણ દેહ તો અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર અવિદ્યા-મિથ્યાત્વ છે. તેને વિચારીને ટાળવાની છે, નહીં તો ફરી દેહ ધારણ કરવો પડે. બેય પદાર્થ જુદા છે. એક તો જાણે અને એક ન જાણે, એમ તદ્દન જુદા છે. તેમાંથી ન જાણે તેને પોતાનું માની જીવ દુઃખી થાય છે, કલ્પનાથી દુઃખી થાય છે. આત્માને અજ્ઞાનદશા છે, તે જ ભૂંડી છે. એ અજ્ઞાનદશામાં રહ્યું કેમ જાય? પરમાર્થસંબંધી જે દુઃખ છે, તે જીવને લાગતું નથી. બહારનાં દુઃખ લાગે છે. જે થવાનું છે, બાંધેલું છે તેમાં ખોટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હોય, તેમાં ચિત્ત રાખે તો છુટાય. એને ભૂલી બીજા વિકલ્પો કરે છે. જીવને સંસારમાં બળતરા લાગતી નથી. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. હું દેહ નથી, એમ થાય તો નિરાંત થઈ જાય. જેણે આ દેહની મૂછ છોડી, તેને ઉપસર્ગ આવો કે ન આવો, બધું સરખું છે. તેને નમસ્કાર છે. જેને આત્મદ્રષ્ટિ થઈ હોય તેને પોતાનો દેહ જડ લાગે, બીજાનો દેહ પણ જડ લાગે. સાપ આવે, સિંહ આવે, તોપણ તેને આત્મા દેખાય, તેથી ભય ન લાગે. દેહ ઉપરથી મોહ છૂટે તો બસ. બંને પદાર્થ ભિન્ન છે, તેને સેળભેળ કરી નાખવાના નથી. આત્મામાં મારું-તારું કશું નથી, એ દૃયમાં કોતરી રાખવાનું છે. સમ્યક્ત્વ થાય તેને જડ-ચેતનની વચ્ચે વજની ભીંત પડે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ ચિંતવી રાખવાનું છે. મૂળ વસ્તુ ખરેખર સમજવાની છે, તે જ્ઞાની કહે છે. એ સિદ્ધાંતિક વાત છે. દેહ તે આત્મા નથી. વૈરાગ્ય નથી, તેથી ચોંટતું નથી. દેહ તે આત્મા નથી, એ કંઇ જેવી-તેવી વાત છે? દેહને જડ અને ચેતનને ચેતન જાણવાથી જ બધા સિદ્ધ થયા છે. દેહ તે આત્મા નથી. એટલું રહે તો દેહને દેખે તોય મોહ ન થાય. દેહથી છૂટી જવું સહેલું નથી, સમજણ હોય તો થાય. દેહનું માહાભ્ય લાગ્યું છે ! તે તો ઘડો છે. જાજરા જેવો ગંધાતો છે. તેને હવે આત્મા માનવો નથી. દેહનો મોહ જેમ જેમ ઓછો થશે, તેમ આત્મા ભણી વળાશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ, જે મોક્ષ