________________
(૫૨૭) તેની સાથે સાત વ્યસનના તેમ જ સાત અભક્ષ્યના ત્યાગની વાત કરવા પણ જણાવેલું છે; તેમાંથી જેટલાનો જિંદગી સુધી ત્યાગ અચૂક પળે તેમ હોય, તેટલાનો ત્યાગ કરવાનો નિયમ, ચિત્રપટ આગળ નમસ્કાર કરી, લઈ લેવા ભલામણ છેજી. સાત અભય ચીજોમાંથી કોઈ વખતે દવાને કારણે કોઈ વસ્તુ વાપરવાની જરૂર લાગતી હોય તો તેનો વિચાર કરી, દવા સિવાય સ્વાદ આદિ કારણે ન વાપરવાની ટેક રાખવી હોય તો તે પ્રકારે ભાવના કરી, નમસ્કાર કરી, ચિત્રપટ સમક્ષ નિયમ લઈ લેવા વિનંતી છેજ. કેટલાનો, કેવી રીતે ત્યાગ કર્યો છે, તે પત્ર લખો ત્યારે જણાવશોજી. આ ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ મુખપાઠ કર્યું હોય તો તે પણ ભક્તિના વખતે બોલવાનું રાખશોજી. તમારે માટે મોકલાવેલ તત્ત્વજ્ઞાન કાળજીથી સાચવી, તેમાં કહેલાં વચનોને દયમાં ઉતારવા પુરુષાર્થ કરતા રહેશો તો કલ્યાણનું કારણ છેજી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું જીવનચરિત્ર
જીવનકળા” વાંચવા ભલામણ છે). તે મહાપુરુષ મારા આત્માનો ઉદ્ધાર કરનાર છે એમ માની, તેની ભક્તિથી ભવસાગર તરી જવાય તેમ છેજી. વિશેષમાં જણાવવાનું કે તત્ત્વજ્ઞાન વગેરે વાંચતાં કંઈ શંકા થાય તો પોતે તેનો નિર્ણય કરી લેવા કરતાં મધ્યસ્થ રહીને, કોઈ વિશેષ જાણનાર મળે ત્યારે પૂછી નિઃશંક થવાનો નિર્ણય કરવો, પણ ઉતાવળ કરી
આ તો બરાબર નથી; આમ કેમ લખ્યું હશે” એવા કુવિકલ્પમાં નહીં પડતાં, “મારી મતિ અલ્પ છે, હજી મને સમજી શકવા જેટલી માહિતી મળી નથી, તેવો સત્સંગ થયો નથી તે મારો દોષ મને યથાર્થ સમજવા દેતો નથી; પણ મહાપુરુષનાં વચન હંમેશાં સત્ય જ હોય, કલ્યાણકારી હોય તે માટે જરૂર માનવા જ છે' એમ વિચારવુંજી. (બી-૩, પૃ.૨૬૮, આંક ૨૬૨). ભાઇ . નું કાર્ડ મળ્યું. લખવાનું કે માયા વડે મહાવ્રત લીધેલાં પણ નિષ્ફળ થાય છે એમ ભગવાને કહ્યું છે. જીવ જાણે કે મંત્રથી મારું કલ્યાણ થશે, પણ એમ તો નવકાર મંત્રનું સ્મરણ કેટલાયે માણસો કર્યા કરે છે; પણ આજ્ઞાથી કલ્યાણ છે, તે જીવ ભૂલી જાય છે. ભાઈ ....ને પત્રમાં સાત વ્યસન અને સાત અભક્ષ્યના નિયમની આજ્ઞા આપી છે. ત્રણ પાઠ મુખપાઠ થઈ ગયા પછી તેની આજ્ઞા તમારી સમક્ષ લેવા જણાવ્યું હતું. તે એવા હેતુથી કે સાત અભક્ષ્ય વગેરેની તેમને સમજ પડે અને કાગળ વાંચી, પરમકૃપાળુદેવની સાક્ષીએ તેટલા નિયમ લેવા જણાવ્યું હતું, પણ તે તો પત્રમાં લખે છે કે ભાઈ ... ની હાજરીમાં “સહજાત્મરૂપ પરમગુરુ”નું સ્મરણ મારા આત્મામાં ધારણ કર્યું છે. આમ, કંઈ લખ્યું હોય અને કંઈ કરે તેથી ધર્મ થતો નથી; અને આમ કરવું એ ધર્મચોરી કહેવાય, એવી તેમને સમજ પાડશોજી.
એવી ધર્મચોરીમાં સાક્ષી રહેનાર પણ, તે પાપના ભાગીદાર થાય છેજી. માટે તેમને જણાવશો કે અહીં આવ્યું તેમની યોગ્યતા હશે તો સ્મરણ મળશે. આમ લેભાગુ બનવાથી, “ધર્મ કરવા જતાં ધાડ પડે' એ કહેવત પ્રમાણે પાછા પડવાનું બને છેજી. “ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.'' આ વારંવાર વિચારવા યોગ્ય છેજી, ભવિષ્યનો લાભ મળવાનો પણ અટકી જાય છેજી. (બો-૩, પૃ.૭૮૧, આંક ૯૯૫).