________________
(૫૩૪
કેટલી બધી ઉપાધિની ડિમાં પરમકૃપાળુદેવે આત્મભાવના ટકાવી રાખી છે, તે વારંવાર વિચારી, અલ્પકાળમાં આત્મહિત કરી લેવા માટે બહુ જ કાળજીપૂર્વક જીવન ગાળવા યોગ્ય છે.
(બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૨) D અનાર્ય જેવા ક્ષેત્રે પ્રારબ્ધબળે જવું થાય તો ત્યાંની કુટેવોથી બચતા રહેવા પ્રયત્ન કર્તવ્ય છેજી.
નહીં સાંભળેલાં અને નહીં જાણેલાં એવાં પ્રલોભનોમાં પણ, સ્મરણ કરતા રહી પરમકૃપાળુદેવનું શરણ ન ચૂકવું, એટલી શિખામણ લક્ષમાં રહેશે તો વજના બખ્તર કરતાં વિશેષ આત્મરક્ષાનું કારણ થશે. કામધંધામાંથી પરવારી વાંચન, ભક્તિ, સ્મરણ વગેરે ધર્મકાર્યમાં જોડાઈ જવું, નાટક-સિનેમા, શેરબજાર કે કુદ્રષ્ટિના પ્રસંગોથી ચેતતા રહેવું. જો લહેરમાં ચઢી ગયા તો પછી ધર્મને માર્ગે વળવું, આ કાળમાં મુશ્કેલ છે. માટે પૈસા કમાતો જિંદગી બરબાદ ન થઈ જાય, તે એવા શહેરમાં સાચવવાની જરૂર છેજી. લોકપ્રવાહમાં તણાવાને બદલે પુરુષોનાં વચનોમાં વિશેષ વૃત્તિ રહે, તેમ વર્તાશે તો પરમપુરુષનું યોગબળ આત્મહિતમાં પ્રેરશેજી. મુમુક્ષુતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે, તેમ વર્તવા સર્વને ભલામણ છેજી. કાલની કોને ખબર છે ? આજે બને તેટલું ધર્મકર્તવ્ય અપ્રમત્તપણે કરી લેવા યોગ્ય છે). (બો-૩, પૃ.૫૩૫, આંક ૫૮૪). હાલ ત્યાં પરદેશમાં રહેવું થાય છે ત્યાં સુધી ખાસ લક્ષમાં રાખવા યોગ્ય સૂચનાઓ લખું છું. તે વારંવાર વાંચી, લક્ષમાં લેવા વિનંતી છે.જી. હજી નાની ઉંમર છે, છતાં મરણ-ભક્તિમાં દિવસે-દિવસે ભાવ વધતો જાય તેમ વર્તવા યોગ્ય છે. રોજ ત્રણ પાઠ - વીસ દોહરા, યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ – અચૂક બોલવાનો નિત્યનિયમ ન ચૂકવો, મંત્રની પણ એકાદ માળા તો રોજ ફેરવવી, વધારે બને તો સારું. આત્મસિદ્ધ આદિ મુખપાઠ કરેલ હોય તે, રોજ ન બને તો બે-ચાર દિવસે પણ એક વાર તો જરૂર બોલી જવું નવું મુખપાઠ કરવા વિચાર થાય તો તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો, પદો, છ પદનો પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને દયમાં સંભારી, તેની આજ્ઞાએ મુખપાઠ થાય તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય તેટલા માટે ફેરવતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલો કરવો. મોક્ષમાળા પાસે હોય તો તે વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે છે તે મુખપાઠ પણ કરવા. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. કોઈ સાથે ભક્તિ કરનાર નથી, એમ ગણી આળસ ન કરવું. એકલો જ જીવ આવ્યો છે અને મરણ પણ એકલાનું જ થવાનું છે, માટે એકલા હોઇએ તોપણ ધર્મ ચૂકવો નહીં, ગભરાવું નહીં. ધીરજનાં ફળ મીઠાં છે. આગળ ઉપર બધું સારું થઈ રહેશે. કોઇની સાથે અણબનાવ થાય તેમ ન વર્તવું. બધાંયનું પરમકૃપાળુદેવ કલ્યાણ કરો, એવી રોજ પ્રાર્થના કરવી. બધાંની સેવા કરવી, તેમને રાજી રાખવાં; તો આપણને ભક્તિમાં કોઈ વિઘ્ન કરે નહીં. મંત્ર મનમાં બોલ્યા કરવાની ટેવ રાખવી. હાથે-પગે કામ કરવું પડે; જીભને શું કામ છે? તેને મંત્ર બોલવામાં રોકવી. (બો-૩, ૫ ૬૭૮, આંક ૮૧૫).